ભાસ્કર વિશેષ:સંખેડામાં આંગણવાડી કાર્યકરોના પ્રશ્ને આવેદનપત્ર અપાશે

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા આંગણવાડી કાર્યકર બહેનો અને ભારતીય મજદૂર સંઘ વચ્ચે મીટિંગ યોજાઈ

સંખેડા જલારામ મંદિર ખાતે તાલુકાની આશરે 50 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો સાથે મીટિંગ યોજાઈ હતી. વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. સોમવારે પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું.

સંખેડા ખાતે ભારતીય મજદૂર સંઘના વડોદરાના મંત્રી કેયુરભાઈ અને ગુજરાતના ઉપાધ્યક્ષ છાયાબેન પંચાલ જલારામ મંદિરે આવ્યા હતા અને અહીંયા તાલુકાની આંગણવાડી કાર્યકરો સાથે મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં આંગણવાડી કાર્યકરોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં મજદૂર સંઘ કેવી રીતે ઉપયોગી બની શકે છે.

તે અંગે પણ ચર્ચા કરાઈ હતી. સંખેડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો ભારતીય મજદૂર સંઘ સાથે જોડાય સંગઠનમાં જોડાવા ને કારણે તેમને કોઈ અન્ય હેરાનગતિ ન થાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને આંગણવાડી કેન્દ્ર ઉપર સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર તેમજ પ્રોજેક્ટ ઓફિસર મહિનામાં કેટલી વખત મુલાકાત લઈ શકે તે અંગે પણ ખાસ માર્ગદર્શન અપાયું હતું. સી.ડી.પી.ઓ.કે પછી અન્ય કોઇ કર્મચારી આંગણવાડી કાર્યકર પાસે લાંચ માગે છે કે નહીં તે અંગે પણ તેઓ દ્વારા પૃછા કરાઇ હતી. જે બાદ તા.12ને સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...