ખેડૂત પરેશાન:સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં લક્ષ્મી કોટન જિનમાં જિનરે કપાસ ખોલ્યા વિના જ ભાવ રૂપિયા 8900 કર્યો

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂત પોતાનું કપાસનું ટ્રેકટર લઈને પરત સબયાર્ડમાં આવ્યો હતો. - Divya Bhaskar
ખેડૂત પોતાનું કપાસનું ટ્રેકટર લઈને પરત સબયાર્ડમાં આવ્યો હતો.
  • ખેડૂત પોતાનું ટ્રેકટર લઈ APMC સબયાર્ડમાં પરત આવતાં અન્ય જિનરે ~9250 રૂપિયામાં કપાસ લીધો
  • જિનમાં ગયા બાદ ખેડૂતના કપાસના ભાવ ઓછા આપવાનું કહી શોષણ

સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં કપાસની હરાજીથી રૂા. 9250માં ખરીદી કરનાર જિનર દ્વારા કપાસ જિનમાં લઇ ગયા બાદ તેના રૂા. 8900 રૂપિયા કરતા ખેડૂત પરેશાન બન્યો હતો. પોતે છેતરાયો હોવાની લાગણી અનુભવતા તે પરત પોતાનું ટ્રેક્ટર લઈને આવ્યો હતો. જોકે બાદમાં એપીએમસી ચેરમેન આવતા એજ ટ્રેકટર અન્ય જિનરે 9250 રૂપિયાના ભાવે જ ખરીદ્યું.

સંખેડા તાલુકાના હાંડોદ ખાતેના સબયાર્ડમાં કપાસની હરાજી યોજાય છે. હરાજીમાં જે સાધનો કપાસ લઈને આવે છે. એની અત્રેની ચાર જીનના જિનરો હરાજી કરીને કપાસ ખરીદે છે. મંગળવારના રોજ રાત્રે યાર્ડમાં કપાસની હરાજી શરૂ થઈ ત્યારે આનંદપુરા ગામનો ખેડૂત કપાસનું ટ્રેકટર લઇને આવેલા હતા. તેની હરાજી દરમિયાન સંખેડા તાલુકાના આજની લક્ષ્મી કોટન જીને 9250 રૂપિયામાં કપાસ ખરીદ્યો હતો.

કપાસ ખરીદી બાદ જ્યારે ટ્રેક્ટર પાવતી લઈ અને લક્ષ્મી કોટન જીનમાં ત્યારે તેના ટ્રેકટરને ખોલ્યા વિના કપાસ જોયા વિના જ દ્વારા કપાસનો 8900 રૂપિયા ભાવ કહેતા ખેડૂત છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. જેથી ખેડૂતે જીનર સાથે રકઝક કરી. પરંતુ જીનર દ્વારા કપાસનો હરાજીમાં નક્કી થયેલ ભાવ આપવા તૈયાર ન થયો અને કપાસ પણ જોયો નહીં અને સીધો જ કવીંટલે 350 રૂપિયા ભાવ ઓછો આપવાનું કહેતા ખેડૂત પોતાનો ટ્રેક્ટર લક્ષ્મી જિનમાંથી લઈ અને પરત આવ્યો હતો.

અત્રે આવ્યા બાદ એપીએમસીના વાઇસ ચેરમેન હિતેશભાઈને જાણ કરાઈ હતી અને અન્ય જિનરો પણ અત્રે આવી પહોંચ્યા હતા. જે બાદ આ ખેડૂત દ્વારા સંખેડા એપીએમસીના ચેરમેન અને સેક્રેટરીને પણ જાણ કરાઇ હતી. જે બાદ લક્ષ્મી કોટન જીનના ગોપાલભાઈ પણ અહીંયા આવ્યા હતા. પરંતુ ખેડૂત સાથે તોછડાઈ ભર્યું વર્તન કરી જતા રહ્યા હતા.

જોકે એ બાબત સંખેડા એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ અત્રે આવ્યા હતા અને ખેડૂત સાથે અને જિનરો સાથે ચર્ચા કર્યા બાદ આ કપાસ ટ્રેક્ટર જે પરત આવ્યું હતું. તે અન્ય જીનરે 9250 રૂપિયાના ભાવે જ ખરીદી લીધું હતું. જોકે આ રીતે ખેડૂતોનું થતું શોષણ થતું અટકાવવા માટે એપીએમસી દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી છે. આતો જો કે એક જ ખેડૂત આજે બોલવા આગળ આવ્યો. જોકે જ્યારે આ ઘટના બની ત્યારે અનેક ખેડૂતોએ આ અંગેની ચર્ચાઓ કરી હતી. અન્ય કેટલીક જીનમાં પણ આવું બનતું હોવાની ચર્ચા પણ ઉભી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...