તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ન પડે તો બિયારણ નિષ્ફળ જવાની ભીતિ:સંખેડા તાલુકામાં વરસાદ ખેંચાતાં ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થયા

સંખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદની આતુરતાથી રાહ જોતા ધરતીપુત્રો. - Divya Bhaskar
વરસાદની આતુરતાથી રાહ જોતા ધરતીપુત્રો.
  • અત્યાર સુધી તાલુકામાં 6.89 % જ વરસાદ થયો છે, વાવેતર પણ આશરે 25 હજાર હેકટરમાં થઈ ચૂક્યું છે

સંખેડા તાલુકામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચાતક નજરે આભ સામે મીટ માંડીને બેઠા છે. અત્યાર સુધી તાલુકામાં માત્ર 6.89 ટકા જ વરસાદ નોંધાયો છે. વાવેતર પણ આશરે 25 હજાર હેકટરમાં થઈ ચૂક્યું છે. જો વરસાદ વધારે ખેંચાય તો ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે એવી શક્યતા છે.

સંખેડા તાલુકામાં ચોમાસાના આરંભે વરસાદ સારો થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી અને ધરતીપુત્રો વાવણીની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. સંખેડા તાલુકામાં સૌથી વધારે પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે. કપાસનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થાય છે.

સંખેડા તાલુકામાં ગત સપ્તાહે થયેલા વાવેતરના આંકડા મુજબ તાલુકામાં 17851 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું હતું. આ અંદાજ પ્રમાણે તાલુકામાં આ સપ્તાહે આશરે 25 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું હશે. સંખેડા તાલુકામાં અત્યાર સુધી કુલ વરસાદ માત્ર 6.89 ટકા જ થયો છે. ધરતીપુત્ર પણ ક્યારે સારો વરસાદ વર્ષે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સંખેડા તાલુકા પંચાયતની ખેતીવાડી શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર જે બિયારણની વાવણી થઈ છે. તેને જો વરસાદ ન પડે તો નુકસાન થાય એમ છે. બિયારણ ઉપરાંત ખાતરનો ખર્ચો પણ માથે પડે એવી શક્યતા છે. પોતાના ખેતીના પાકને બચાવી લેવા માટે ધરતીપૂત્રો આભ સામે મીટ માંડીને આતુરતાથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.

શિનોર પંથકમાં વરસાદ ખેંચાતાં પાક નિષ્ફળ જવાની ભીતિ
શિનોર પંથકમાં લોકોની આજીવિકા ખેતી આધારિત છે. ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસાદ વરસતા પંથકના ખેડૂતોએ ખેતી કામ ઝડપથી પુરુ કરી કપાસ, સોયાબિન, તુવર જેવા મોંઘા બિયારણ લાવી ચોમાસું ખેતી પાકોનું વાવેતર કરી દીધું. પંથકમાં હાલ તડકો અને ગરમી બફારો વધુ હોવાથી અંકુરિત થયેલ બિયારણ કરમાઈ રહ્યું છે. જેને કારણે મોંઘુદાટ બિયારણ નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...