સંખેડા તાલુકામાં બે વર્ષ દરમિયાન 78,000 વ્યક્તિઓના સર્વે સામે 31000 વ્યક્તિઓના આયુષ્યમાન કાર્ડ નીકળ્યા હજુ 47000 વ્યક્તિઓના આયુષ્યમાન કાર્ડ કાઢવાના બાકી છે. આખા તાલુકામાં માત્ર બે જ આઈડી છે. જેથી દરેક પીએચસી ઉપર અઠવાડિયામાં માત્ર બે જ દિવસ આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી થઇ હતી. ઉપરાંત લોકો પણ જલદીથી સામે આવે તો જ આયુષ્યમાન કાર્ડ સત્વરે નીકળી શકે છે.
કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન કાર્ડને લગતી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી સંખેડા તાલુકામાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર અઠવાડિયામાં બે દિવસ અને સંખેડા રેફરલ હોસ્પિટલમાં બે દિવસ પૂરતી ચાલે છે. આયુષ્યમાન કાર્ડ ધારણ કરનાર વ્યક્તિને 5 લાખ રૂપિયા સુધીની ગંભીર પ્રકારની બિમારીમાં કરાર થયેલી હોસ્પિટલમાં મફત સારવાર મળી શકે છે.
સંખેડા તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાઢવાની કામગીરી માટે તાલુકાનો સર્વે થયો હતો.આ સર્વેમાં 78,000 વ્યક્તિઓનો સર્વે થયો હતો કે જેમને આયુષ્યમાન કાર્ડ આપી શકાય. છેલ્લા બે વર્ષથી આધાર આયુષ્યમાન કાઢવાની કામગીરી સંખેડા તાલુકામાં ચાલી રહી છે.
આ બે વર્ષથી ચાલતી કામગીરીમાં કુલ 31 હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ અત્યાર સુધી નીકળ્યા છે. 47,000 જેટલી વ્યક્તિઓના આયુષ્યમાન કાર્ડ કાઢવાના બાકી જ છે. 2 વર્ષમાં જેટલા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેનાથી દોઢ ગણા હજી કાઢવાના બાકી છે. સંખેડા તાલુકામાં આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેના આઈડી પણ માત્ર બે જ છે, જેથી દરેક આરોગ્ય કેન્દ્રમાં અઠવાડિયામાં બે દિવસ આઈડીનો ઉપયોગ કરી આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવે છે.
સંખેડા રેફરલ હોસ્પિટલમાં પણ અઠવાડિયામાં માત્ર બે જ દિવસ આંસુઓમાં કાઢવામાં આવે છે. જો આઈડીની સંખ્યા વધારવામાં આવે અને લોકો પણ જે જરૂરિયાત છે. એ જલ્દીથી આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે સામેથી આવે તો જ આ કામગીરી 100 ટકા સફળ થઈ શકે.
મા કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરાવી શકાય છે
અગાઉ મા કાર્ડ ચાલતા હતા.જે સરકાર સાથે ટાઇઅપ થયેલ હોસ્પિટલમાં સારવાર માટે ઉપયોગમાં ગણાતા હતા. મા કાર્ડને હવે આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવાની કામગીરી ગ્રામ પંચાયતના ઓપરેટરને સોંપાયેલી છે. એના માટે ઓપરેટરને પણ ઈન્સેન્ટિવ અપાય છે એટલે જેમની પાસે મા કાર્ડ હોય તેઓ ગ્રામ પંચાયતના ઓપરેટર પાસે એને આયુષ્યમાન કાર્ડમા તબદીલ પણ કરાવી શકે છે.
ગોલાગામડીના સેવાસેતુમાં 1875 અરજીઓનો સ્થળ ઉપર નિકાલ
સંખેડા તાલુકાના ગોલાગામડી ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1875 અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો. સેવાસેતુમાં પહેલી વખત વારસાઈ અરજીઓ લેવાઈ જેનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો. ગોલાગામડી ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય અભેસિંહ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ, એસ.ડી.એમ.ઉમેશ શાહ, મામલતદાર વી.જે.શાહ,ટી.ડી.ઓ.ભૂ મિકા રાઓલ, સરપંચ નીરવ તડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગોલાગામડી ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં પહેલી વખત જ વારસાઈ અરજીઓ લેવાનું આયોજન કરાયું હતું. વારસાઈ અરજીમાં ખેડૂતોને સેવાસદનમાં ધક્કા ખાવા પડતા, સમય અને નાણાંનો દુર્વવ્ય થતો હોય છે, પણ સેવાસેતુમાં પહેલી વખત જ વારસાઈનો સમાવેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.