તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજિસ્ટ્રેશન:સંખેડા તાલુકામાં ટેકાના ભાવે તુવેર વેચવા 1507 જેટલાં ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

સંખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 31 જાન્યુઆરી સુધીની મુદત પૂરી થયા બાદ વધુ 5 દિવસ મુદત લંબાવાઈ

સંખેડા તાલુકામાં ટેકાના ભાવે તુવેર વેચવા માટે 1507 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના 6000 રૂપિયા ક્વિંટલના ભાવે તુવેર વેચવા માટેની મુદત પૂરી થયા બાદ વધુ 5 દિવસ મુદત લંબાવવામાં આવેલ છે. ટેકાના ભાવે તુવેર વેચવા માટેની નોંધણી બાદ ખરીદી પણ શરૂ થઈ છે. પણ હજી કોઈ ખેડૂત ટેકાના ભાવે તુવેર વેચવા માટે આવ્યા નથી.

સંખેડા તાલુકામાં ટેકાના ભાવે તુવેર વેચવા માટેની મુદત પહેલા 31 જાન્યુઆરી સુધીની હતી. પણ આ મુદત વધુ 5 દિવસ સુધી લંબાવવામાં આવી છે. જેથી ટેકાના ભાવે તુવેર વેચવા માટે નોંધણી કરાવવા માટેની મુદત લંબાતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

સંખેડા ખાતેના સસ્તા અનાજના ગોડાઉન ખાતેના સૂત્રોના જણાવ્યાનુસાર સંખેડા તાલુકામાં ટેકાના ભાવે તુવેર વેચવા માટે 1507 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.ટેકાનો તુવેરનો ભાવ 6000 રૂપિયા ક્વિંટલનો છે. સંખેડા તાલુકામાં ટેકાના ભાવે તુવેર વેચવા માટેની નોંધણી 1103 ખેડૂતો દ્વારા નોંધણી કરાવવામાં આવી હતી. પણ આ વર્ષે વધુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવે તુવેર વેચવા માટેની નોંધણી કરાવવામાં આવી છે. સંખેડા તાલુકામાં માંજરોલ, કાળીતલાવડી, લોટિયા, બહાદરપુર સહિતના આ વિસ્તારના ગામોમાં તુવેરનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે.

તુવેરની ખરીદી ચાલુ છે, પણ કોઈ વેચવા આવ્યા નથી
ટેકાના 6000 રૂપિયાના ભાવે તુવેર સરકાર લેવાની છે. આ માટેની ખરીદીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આના માટે 28000 બારદાન પણ આવી ગયા છે. 90 દિવસ સુધી ખરીદીની પ્રક્રિયા ચાલશે. પણ હજી તુવેરાનો પાક તૈયાર થયો નથી. જેથી હજી સુધી કોઈ ખેડૂત ટેકાના ભાવે તુવેર વેચવા માટે આવ્યા નથી. એમ અત્રેના સૂત્રોએ જણાવ્યું હતું.

બોડેલી તાલુકામાં 516 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા અને બોડેલી તાલુકામાં સૌથી વધુ તુવેર થાય છે. સંખેડા તાલુકામાં સાંજ સુંઘી 1507 ખેડૂતોનું અને બોડેલી તાલુકામાં 516 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્સે બંન્ને સેન્ટર ઉપર વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો