તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સંખેડા તાલુકામાં વીજ કંપનીના દરોડામાં 25 વીજ ગ્રાહકો દંડાયા

સંખેડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોળી, કઠોલી અને ટીંબા ફીડરમાંથી 2.3 લાખની વીજચોરી ઝડપાઇ
  • MGVCL દ્વારા 10 ટીમો દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી

સંખેડા તાલુકાના જ્યોતિ ગ્રામ યોજનાના ધોળી, કઠોલી અને ટીંબા ફીડરના ગામોમાં MGVCL સંખેડા દ્વારા 10 ટિમો મારફતે આકસ્મિક તપાસ હાથ ધરાતા વીજ ચોરીના કુલ 25 કેસો ઝડપાયા હતા. સંખેડા MGVCL સબ ડિવિઝનના સૂત્રોના જણાવ્યાનુસાર સંખેડા તાલુકાના MGVCLના જ્યોતિ ગ્રામ યોજનાના ધોળી, કઠોલી અને ટીંબા ફીડરના ગામોમાં 10 ટિમો દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન કુલ 252 વીજ કનેકશનની તપાસ કરાઈ હતી.

આ કનેકશનની તપાસ દરમિયાન કુલ 25 કિસ્સામાં વીજ ચોરી ઝડપાઇ હતી. જે વીજ ચોરી ઝડપાઇ એમાં 15 કિસ્સામાં વીજ કનેકશન ધારકે જેટલો લોડ લીધો હોય એના કરતાં વધારે લોડનો વપરાશ થતો હોય એવા તેમજ 10 કિસ્સામાં મીટર બાયપાસ કરીને લંગર નાખીને વીજ ચોરી કરાતી હોય એવા કિસ્સા ઝડપાયા હતા. આ કુલ 25 વીજ ચોરીના કિસ્સામાં 22694 યુનિટની વીજચોરી સામે આવી હતી. કુલ 2.3 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...