કૃષિ:સંખેડા તાલુકામાં ટેકાના ભાવે 2420 ગુણ ચણાની ખરીદી કરાઈ

સંખેડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાંડોદ ખાતેના સબ યાર્ડમાં 4875 રૂા.ના ટેકાના ભાવે ખરીદી

સંખેડા તાલુકાના હાંડોદ ખાતેના સબયાર્ડમાં ચણાની ટેકાના ભાવે ખરીદી થઇ. કુલ 2420 ગુણ ચણાની ખરીદી કરાઇ હતી. ટેકાના 4875 રૂપિયા ટેકાના ભાવે ચણાની ખરીદી કરાઇ. ચણાની ટેકાના ભાવે ખરીદી થતા ખેડુત આલમમાં આનંદની લાગણી ફેલાઇ હતી. સંખેડા તાલુકામાં ચણાની ટેકાના ભાવે ખરીદી સંખેડા એપીએમસીના હાંડોદ સબયાર્ડમાં ખરીદી કરવામાં આવી હતી.

તા.21 મેથી ટેકાના ભાવે ચણાની ખરીદીનો આરંભ થયો હતો. જે તા.29 મે સુધી ચાલી હતી. ટેકાના ભાવે ચણાના વેચાણ માટે કુલ 92 ખેડુતોએ નોંધણી કરાવી હતી. જેમાંથી 63 ખેડુતો ચણા ટેકાના ભાવે વેચવા માટે આવ્યા હતા.ચણાનો ટેકાનો ભાવ રૂા.4875 છે. આ ટેકાના ભાવે કુલ 2420 ગુણ એટલે 121 ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. સંખેડા APMCના ઇન્ચાર્જ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ દ્વારા સંખેડા એપીએમસીમાં સૌ પ્રથમ વખત જ ટેકાના ભાવે ચણાની માટેનું સેંટર લવાયું હતું અને ટેકાના ભાવે ચણાની ખરીદી કરાઇ હતી. ટેકાના ભાવે ચણાની ખરીદી થતા ચણાના પોષણક્ષમ ભાવો મળતા ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...