તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:સંખેડા તાલુકામાં ખેતીની સહાય માટેના 540 પૈકી 210 ડ્રમ આવ્યા, અગાઉ સ્થળ ઉપર 10 ડ્રમનું વિતરણ કરાયું હતું

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આત્મા પ્રોજેકટ અંતર્ગત હજી સુધી 220 ડ્રમ આવ્યા હતા. - Divya Bhaskar
આત્મા પ્રોજેકટ અંતર્ગત હજી સુધી 220 ડ્રમ આવ્યા હતા.
 • નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું છતા 320 ડ્રમ હજી નથી આવ્યા

સંખેડા તાલુકામાં ખેડૂતોને ખેતીમાં સહાય માટે આપવાના 540 ડ્રમ પૈકી ગુરુવારે 210 ડ્રમ આવ્યા. અગાઉ સ્થળ ઉપર 10 ડ્રમનું વિતરણ કરાયું હતું. હજી 320 ડ્રમ આવ્યા નથી. નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતા પણ હજી સુધી 320 ડ્રમ આવ્યા નથી.

સંખેડા તાલુકામાં તા. 25 ડિસેમ્બરના રોજ યોજાયેલા કિસાન કલ્યાણ કાર્યક્રમમાં સંખેડા તાલુકાના માત્ર 10 જેટલા ખેડૂત લાભાર્થીઓને ડ્રમ અપાયા હતા. બાકી રહેલા લાભાર્થી ખેડૂતો જ્યારે આત્મા પ્રોજેટકના અધિકારીને ફોન કરતા ત્યારે આવી જશે એવા ઠાલા વચનો જ અધિકારી આપતા હતા. સંખેડા તાલુકામાં 540 ખેડૂતોના ડ્રમ મંજુર થયા હતા. એ પૈકી ત્રણ મહિના પછી માત્ર 210 ડ્રમ આવ્યા છે. જે પૈકી 80 ડ્રમનું વિતરણ ગુરુવારે કરાયું હતું.

હજી પણ સંખેડા તાલુકાના 320 ડ્રમ આવ્યા જ નથી. જોકે આત્મા પ્રોજેક્ટના સૂત્રોના જણાવ્યાનુસાર બાકીના ડ્રમ માટે ડિમાન્ડ નાખી દેવાઈ છે. ત્રણ મહિના બાદ પણ અડધાથી ઓછા ડ્રમ આવ્યા છે. ત્યારે બાકીના ડ્રમ આવશે અને ક્યારે તેનું વિતરણ થશે. તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો