સંખેડા તાલુકાના વિવિધ ચાર પ્રા.આ.કેન્દ્રોમાં HCW, FLW તથા 60થી વધુ કોમોર્બિડ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરાઈ હતી. કુલ 147 વ્યક્તિઓને વેક્સિનનો બુસ્ટર ડોઝ અપાયો.સંખેડા તાલુકામાં આવતાં ગુંડિચા, ભાટપુર, વાસણા અને બહાદરપુર આ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સોમવારે કોરોના વેક્સિનેશન બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.
બહાદરપુર PHCમાં 54 વ્યક્તિઓને,ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 23 વ્યક્તિઓને, ગુંડિચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 45 વ્યક્તિઓને અને વાસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 25 વ્યક્તિઓને વેક્સીનનો બુસ્ટર ડોઝ મુકાયો હતો. સંખેડા રેફરલ હોસ્પિટલમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ તડવીએ કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ મુકવ્યો હતો. આ પ્રસંગે સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર એસ.એસ.સિંગ ઉપસ્થિત રહ્યા હતા.
ચલામલીમાં પ્રથમ દિવસે 205એ ત્રીજો ડોઝ લીધો
બોડેલી તાલુકાના ચલામલીમાં સિનિયર સિટિઝનોએ બુસ્ટર ડોઝના મહાઅભિયાનના પ્રથમ દિવસે 205 લાભ મેળવ્યો હતો. સરકારની ગાઇડલાઇન અનુસાર બુસ્ટર ડોઝમાં સિનિયર સિટિઝનોએ ઉત્સાહભેર બુસ્ટર ડોઝ મેળવી કોરોના વોરિયર્સ, યુવાનો અને સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.
ડભોઇ તાલુકામાં 1,000 ઉપરાંત વ્યક્તિઓએ બુસ્ટર ડોઝ લીધો, નગરમાં 355, તાલુકાના 5 CHCના કર્મીઓએ લાભ લીધો
હાલ હવે કોરોનાની ત્રીજી લહેરની પણ શરૂઆત થઇ ચૂકી છે. ડભોઇ નગર પણ ત્રીજી લહેરની ઝપટમાં આવવામાંથી બાકી રહ્યો નથી. ત્યારે આદર્શ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી દ્વારા રોજ આપવાના શ્રી ગણેશ કરાતા તેના પગલે ડભોઇ નગરમાં પણ અર્બન તેમજ સી એચ સી સેન્ટર ખાતે સિનિયર સિટીઝનો તેમજ કોરોના વોરિયર્સોને સોમવારે પ્રથમ લાભ આપતા બંને જગ્યાએ બુસ્ટર ડોઝ લેવા માટે લાંબી કતારો જામી હતી.
જેમા સી.એસ.સી સેન્ટર ખાતે 55 જ્યારે અર્બન સેન્ટર ખાતે 300 લોકોએ લાભ લીધો.આમ ડભોઇ નગરમાંથી 350 જ્યારે હજુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા 5 પીએસસી મળી કુલ આંક જોવા જઈએ બુસ્ટર ડોઝનો પ્રથમ દિવસે જ 1,000 ઉપરાંત લોકોએ લાભ લઇ કોરોના સામે સુરક્ષાકવચ લઈ લીધું છે.
કરજણમાં 600 વ્યક્તિએ બૂસ્ટર ડોઝ મૂકાવ્યો
કરજણ બ્લોક હેઠળ સેન્ટર ખાતે બૂસ્ટર ડોઝ મૂકવાની શરૂઆત થતા સરકારી કર્મચારીઓ સીનીયર સિટિઝનની બૂસ્ટર ડોઝ મુકાવવા માટે લાઈનો લાગી હતી. જેમાં શિક્ષકોની સંખ્યા વધારે હતી અને પોલીસોએ પણ ડોઝ મુકાવાતા દિવસ દરમ્યાન 600 વ્યક્તિઓએ બૂસ્ટર ડોઝ મુકાવ્યો હતો.
શિનોરના 7 સેન્ટરો પર બુસ્ટર ડોઝ આપવાનું શરૂ
શિનોર તાલુકામાં આરોગ્યતંત્ર દ્વારા 7 સેન્ટરો ઉપરથી કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરાયેલ છે. જેમાં હેલ્થ વર્કરો, ફન્ટ લાઈન વોરિયર તથા સિનિયર સિટીઝનોને ડોઝ શરૂ કરાયા છે. શિનોર PHCમાં 200 વાયસ્કોને અને સાધલી PHCમાં 152 વયસ્કોને બુસ્ટર ડોઝ આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.