સુવિધા:સંખેડા તાલુકામાં 18થી 59 વર્ષની વય જૂથના 12238 વ્યક્તિઓને બુસ્ટર ડોઝ સ્વખર્ચે લેવાનો બાકી

સંખેડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં માત્ર બોડેલી અને છોટાઉદેપુરની 4 ખાનગી હોસ્પિટલમાં આ સુવિધા
  • પરંતુ ચાલુ એકમાં જ થશે, બાકીની હોસ્પિટલમાં પછી શરૂ થશે
  • સંખેડા​​​​​​​, કવાંટ, નસવાડી અને જેતપુર પાવીમાં આયોજન થાય તો સરળતા રહે

સંખેડા તાલુકામાં 18થી 59 વર્ષની વય જૂથના 12238 વ્યક્તિઓને કોરોનાની રસીનો ડોઝ લેવાનો છે. પણ સંખેડામાં તાલુકામાં બુસ્ટર ડોઝ માટે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા નથી. આ બુસ્ટર ડોઝ ખાનગી હોસ્પિટલમાંથી લેવાનો છે. જિલ્લામાં માત્ર બોડેલી અને છોટાઉદેપુરની બે-બે હોસ્પિટલમાં આ સુવિધા મળશે.

કોરોનાની રસીનો પહેલો અને બીજો ડોઝ લેનારાઓને લેવાનો થાય છે. લેવા માટે નવી ગાઇડલાઇન મુજબ જે વ્યક્તિને બુસ્ટર ડોઝ લેવાનો થાય તેને ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને આ બુસ્ટર ડોઝ લેવાનો છે. આ અંગે સંખેડા તેમજ છોટાઉદેપુરની આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ 18થી 59 વર્ષના સંખેડા તાલુકામાં 12238 વ્યક્તિઓ એવી છે જેમને બુસ્ટર ડોઝ લેવાનો થાય છે.

છોટાઉદેપુર જિલ્લામાં 52000 જેટલી વ્યક્તિઓને લેવાનો છે. સંખેડા તાલુકામાં બુસ્ટર ડોઝ માટે કોઈ ખાનગી હોસ્પિટલ ન હોવાથી એ અંગેની વ્યવસ્થા નથી. 388 રૂપિયાના ખર્ચે વ્યક્તિએ બુસ્ટર ડોઝ લેવાનો છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીની 2 ખાનગી હોસ્પિટલ સંગમ અને ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ અને છોટાઉદેપુરની ડૉ. રાજુની અને શારદા હોસ્પિટલમાં આ બુસ્ટર ડોઝ અપાશે. જેમાંથી સંગમ હોસ્પિટલમાં બુધવારથી ચાલુ થવાની શક્યતા છે. જ્યારે બાકીની 3માં બુસ્ટર ડોઝને વાર છે.

તાલુકા મથકો ઉપર કે પી.એચ.સી.માં કોરોના રસીનો બુસ્ટર ડોઝ મુકવા આયોજન ઇચ્છનીય
કોરોનાની રસીના બે ડોઝ લેનારને બુસ્ટર ડોઝ લેવાનો છે. જે માટે જિલ્લામાં માત્ર 4 જ હોસ્પિટલમાં આ વ્યવસ્થા થવાની છે. જિલ્લાના જેતપુર પાવી, સંખેડા, કવાંટ અને નસવાડી તાલુકાના પણ 18થી 59 વર્ષના વયજૂથના વ્યક્તિઓને આ 2 તાલુકાની હોસ્પિટલમાં બુસ્ટર ડોઝ લેવા જવું પડે.

આ કાળઝાળ ગરમીમાં જવાનું અને વેક્સીનનો બુસ્ટર ડોઝ લેવાનો છે. અન્ય બાકીના તાલુકામાં સરકારી હોસ્પિટલમાં પણ એમ.બી.બી.એસ. ડોકટર કે અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ વેક્સિનની નિયત કિંમત લઈને બુસ્ટર ડોઝ મુકવા આયોજન થાય તો અનેક લોકો માટે એ આશીર્વાદરૂપ બની શકે.

સંખેડાના 4 PHC મુજબ 18થી 59 વર્ષના બુસ્ટર ડોઝ લેવાના બાકી

PHCનું નામ

18થી 59 વર્ષના બુસ્ટર ડોઝ લેવાના બાકી

ભાટપુર3312
બહાદરપુર2325
વાસણા3295
ગુંડીચા3306
કુલ12238
અન્ય સમાચારો પણ છે...