ACBની કાર્યવાહી:સંખેડા સેવાસદનમાં સર્કલ ઓફિસર રૂ.14000ની લાંચ લેતાં ઝડપાઇ ગયો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્કલ ઓફિસર રાકેશ પાટીદાર. - Divya Bhaskar
સર્કલ ઓફિસર રાકેશ પાટીદાર.
  • સુધારેલ અટક સાથે વારસાઈની નોંધ કરવા 15,000ની લાંચ માગી હતી

સંખેડા તાલુકા સેવાસદનમાં સર્કલ ઓફિસર રાકેશ પાટીદારે 14 હજાર રૂપિયાની લાંચ લેતાં રંગે હાથે ઝડપાયો હતો. પોતાની જ ઓફિસમાં લાંચ લેતાં સર્કલ ઓફિસર ઝડપાયો હતો. સુધારેલ અટક સાથે વારસાઈની નોંધ કરવા સર્કલ ઓફિસરે લાંચ માગી હતી.

એક જાગૃત નાગરિકે સંખેડા તાલુકા સેવાસદનમાં ફરજ બજાવતા રાકેશ જેઠાભાઈ પાટીદાર, સર્કલ ઓફિસર વર્ગ - 3, તાલુકા સેવાસદન કચેરી, તાલુકો - સંખેડા જિલ્લો - છોટાઉદેપુર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે વડોદરા ગ્રામ્ય એસીબી પી.આઈ.જે.આર.ગામીત અને તેમના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. અને લાંચિયા સર્કલ ઓફિસરને તેમની જ ઓફિસમાં લાંચ લેતાં રંગે હાથે ઝડપી કાઢ્યા હતા. લાંચની માંગણીની રકમ રૂા.15,000 અને સ્વીકારેલ રકમ રૂા.14,000 હતી.

આ કામના ફરિયાદીનાં પિતાજી મરણ પામેલા હોઇ અને તેઓની વડીલોપાર્જિત જમીનમાં તેમનું તથા પરિવારનાં સભ્યોનાં નામો વારસાઈમાં ઉમેરવાનાં હતા. જેથી આ કામે તાલુકા સેવા સદન, સંખેડા ખાતે તેમણે અરજી કરતાં અને આરોપીને મળતાં તેઓએ જણાવેલ કે તમારી અટકમાં ભૂલ છે. જેથી ફરિયાદીએ તેમના પિતાજીની સુધારેલ અટકવાળી ગેઝેટની નકલ રજૂ કરી હતી. આ કામના આરોપીએ સુધારેલ અટક સાથે વારસાઈની નોંધ કરવા માટે રૂ. 15,000 લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂા.14,000ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઇ તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે સોમવારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.14,000ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ પર પકડાઈ જઈ ગુનો આચરેલ હોઇ આરોપીને ડીટેન કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

ઝડપાયેલા સર્કલ ઓફિસર નોંધો નામંજૂર પણ કરતા હોવાની લોકોમાં વ્યાપક ચર્ચા
સર્કલ ઓફિસર રાકેશ પાટીદાર લાંચ લેતાં ઝડપાયો ત્યારે અનેક ચર્ચાઓ ઊભી થઈ હતી. આ ચર્ચા મુજબ જે નોંધ તેમની પાસે મંજૂર થવા માટે જતી હતી તેનો ‘વહેવાર’ ન મળે તો એ નોંધ નામંજૂર કરતા હતા. જેને લઇ ભૂતકાળમાં પણ તેમની સામે કેટલીક વખત આક્ષેપો પણ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...