ભાવવધારો:સંખેડામાં પેટ્રોલનો ભાવ વધીને 100.20 રૂપિયા થયો

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવવધારાની સીધી અસર ટ્રાન્સ્પોર્ટેશન ખર્ચ પર પડી
  • એક જ દિવસમાં પેટ્રોલનો ભાવ 1.19 રૂપિયા વધ્યો

પેટ્રોલના ભાવ એક જ દિવસમાં 1.19 રૂપિયા વધતા સંખેડામાં પણ પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને પાર પહોંચી ગયો છે. છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે. જેને કારણે સામાન્ય માણસોના માસીક બજેટ પણ ખોરવાઇ રહ્યા છે. ઇંધણના ભાવો વધતા તેની સીધી જ અસર ટ્રાંસ્પોર્ટેશન ખર્ચ પર પડી રહી છે.

પેટ્રોલના ભાવો સંખેડા તાલુકામાં તા.1 નવેમ્બર 2020ના રોજ 78.97 રૂપિયા હતા. જે તા.1 લી ફેબ્રુઆરી 2021ના રોજ પેટ્રોલનો ભાવ 84.08 રૂપિયા થયો હતો. 21 ફેબ્રુઆરીએ વધીને 88.15 રૂપિયા અને 6 ઓક્ટોબરે 99.11 રૂપિયા થયો હતો. જોકે આ એક જ દિવસમાં પેટ્રોલનો ભાવ 1.19 રૂપિયા વધીને 100.20 રૂપિયા થયો છે.

ડિઝલનો ભાવ પણ તા. 1 નવેમ્બર 2020ના રોજ 76.28 રૂપિયા હતો. જે તા. 7 ઓક્ટોબર 2021ના રોજ વધીને 98.94 રૂપિયા થયો છે. છેલ્લા એક વર્ષ કરતા ઓછા સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવો ખુબ જ વધી જતા તેની સીધી જ અસર મોંઘવારી ઉપર થઇ છે.

અન્ય સમાચારો પણ છે...