તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બમ્પર ખરીદી:સંખેડામાં વાહનચાલકોએ વાહનો ડેપોમાં પાર્ક કરતાં બસ સ્ટેન્ડમાં વાહનોનો ખડકલો

સંખેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખેડામાં દિવાળીની બમ્પર ખરીદી જોવા મળી

સંખેડા ખાતે શુક્રવારે બીજા દિવસે પણ બજારમાં આસપાસના ગામોમાંથી લોકો દિવાળીની ઉજવણી માટેની ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડ્યા હતા. મોટરસાઈકલો સંખેડા બસ સ્ટેન્ડમાં પાર્ક કરાતા બસ સ્ટેન્ડમાં જાણે મોટરસાઇકલનો શો રૂમ હોય એવું દ્રશ્ય જોવા મળ્યું.સંખેડા ગામમાં ભાગોળ વિસ્તારમાં વાહનો પાર્ક કરવા માટે ખાસ કોઈ જગ્યા નથી. ભાગોળ વિસ્તારમાં ખરીદી અર્થે આવતા જતા લોકો પોતાના વાહનોને સંખેડા બસ સ્ટેન્ડમાં પાર્ક કરે છે. પણ ઓછા વાહનો પાર્ક થયેલા હોય છે.પ

ણ હાલમાં દિવાળી ચાલતી હોઇ દિવાળીની ઉજવણી માટે આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વાહનો પાર્ક કરવાની કોઈ જગ્યા ના હોઈ બસ સ્ટેન્ડમાં જ પોતાના વાહનો પાર્ક કરીને ચીજવસ્તુઓ ખરીદવા માટે બજારમાં જતા આવતા હતા. એક બાજુએ દ્વિચક્રી વાહનો પાર્ક થયેલા હતા. તો બીજી બાજુએ ફોર વ્હીલ કાર પણ એટલી જ પાર્ક થયેલી જોવા મળતી હતી.સંખેડા ગામના બજારમાં દિવાળીની ખરીદી નીકળી છે એ માત્ર બજારમાં ભીડ જોવાથી જ ખબર નથી પડતી. પણ બસ સ્ટેન્ડમાં વાહનો મોટી સંખ્યામાં પાર્ક થયેલા જોઈને લોકોને ખ્યાલ આવી જાય કે સંખેડાના બજારમાં દિવાળીની ખરીદી નીકળી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો