તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:સંખેડામાં ખેતી બેંકની ચૂંટણીમાં કાવીઠાના નરહરિભાઈ પટેલનો 238 મતે વિજય થયો

સંખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નરહરિ પટેલ - Divya Bhaskar
નરહરિ પટેલ
 • મતદાન ટાણે લાંબી કતારો જામતાં સોશિયલ ડિસ્ટન્સિંગના લિરાં ઉડ્યાં
 • દિવસ દરમિયાન કુલ 42.09 ટકા મતદાન થયું

સંખેડા ખાતે ખેતી બેંકની યોજાયેલી ચૂંટણીમાં કાવીઠા ગામના નરહરિભાઈ પટેલ વિજેતા બન્યા હતા. તેઓ વિજેતા બનતા સૌ કાર્યકરોએ તેમની જીતને વધાવી લીધી હતી. સંખેડા ગામની ભાગોળે આતીશબાજી કરાઈ હતી. દિવસ દરમિયાન કુલ 42.09 ટકા મતદાન થયું હતું.

સંખેડા ગામમાં આવેલી ખેતી બેંકની ચૂંટણી સવારે 9 વાગ્યે બારીયા સમાજની વાડીમાં શરૂ થઈ હતી. બેલેટ પેપરથી યોજાયેલી આ ચૂંટણીમાં સવારથી જ મતદારોની લાંબી કતાર મતદાન મથકની બહાર જોવા મળી હતી. સોશિયલ ડિસ્ટનસિંગ પણ જળવાતું નહોતું. સવારે કોઈ લાકડીના ટેકે તો કોઈ મતદાર અન્યના સહારે મતદાન કરવા માટે આવ્યા હતા. સવારે શરૂ થયેલ મતદાન સાંજે ચાર વાગ્યા સુઘી ચાલ્યું હતું. કુલ 1054 મતદારો પૈકી 431 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 42.09 ટકા મતદાન નોંધાયું હતું.

સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થયા બાદ સાંજે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં નરહરિભાઈ પટેલને 238 મત મળ્યા હતા. તેમના નજીકના ઉમેદવાર કમલેશભાઈ પટેલને 190 મત મળ્યા હતા. 3 મત રદ્દ થયા હતા. નરહરિભાઈ પટેલને વધારે મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા. આ પ્રસંગે સંખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ યોગેન્દ્રસિંહ વરણામીયા, માજી તા.પં.સભ્ય સી.કે.પટેલ, ડી.કે.પટેલ, કનુભાઈ પટેલ, કુલીનભાઈ પટેલ, હાર્દિક ચૌહાણ, ચિરાગ રબારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના સમર્થનથી નરહરિ પટેલ જીતતાં કોંગ્રેસી કાર્યકરો ગેલમાં આવી ગયા
ખેતી બેંકની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હતી. કોંગ્રેસ તાલુકા-જિલ્લા પંચાયત કે વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં હારે ત્યારે ઇવીએમનો દોષ કાઢીને બેલેટ પેપરથી ચૂંટણી કરવા માંગ કરતું હતું. ખેતી બેન્કની ચૂંટણીમાં બિનરાજકીય ઉમેદવાર નરહરિ પટેલને કોંગ્રેસના કાર્યકારોનું સમર્થન હતું. તેઓ આ ચૂંટણીમાં વિજેતા બનતા કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો