મેઘમહેર:સંખેડામાં કલાકમાં સવા ઇંચ વરસાદ ભાગોળ વિસ્તારમાં પાણી જ પાણી!

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડા ગામની ભાગોળ વિસ્તારમાં કોલેજ અને જલારામ મંદિરની વચ્ચે પાણી ભરાતાં અનેક વાહનચાલકો પરેશાન બન્યા હતા. - Divya Bhaskar
સંખેડા ગામની ભાગોળ વિસ્તારમાં કોલેજ અને જલારામ મંદિરની વચ્ચે પાણી ભરાતાં અનેક વાહનચાલકો પરેશાન બન્યા હતા.
  • કોલેજ અને જલારામ મંદિર વચ્ચે પાણી ભરાતાં અનેક ચાલકો પરેશાન
  • ભારે વરસાદ થવાના કારણે ગણેશ યુવક મંડળોમાં ચિંતાનો માહોલ

સંખેડામાં મંગળવારે સાંજે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી સંખેડા ગામની ભાગોળે કોલેજ અને જલારામ મંદિર વચ્ચે પાણી ભરાઇ ગયા હતા. ભાગોળ વિસ્તારમાં પણ માર્ગો પર પાણી જ પાણી દેખાતા હતા. એક કલાકમાં 33 મિમી વરસાદ ખાબકતાં ગણેશ યુવક મંડળો ચિંતિત બન્યા હતા. પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. સંખેડા ગામમાં મંગળવારે સાંજે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં 33 મિમી એટલે કે સવા ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ધોધમાર પડેલા વરસાદને કારણે સંખેડા ગામના રસ્તા પાણી પાણી થયા હતા.

સંખેડાથી જૂના ટાવર સુધી તેમજ ભાગોળે રાણાવાસના ધક્કાથી લઇને ભાગોળે શોપિંગ સેન્ટર સુધીના રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે સંખેડા ગામની ભાગોળ વિસ્તારમાં કોલેજ અને જલારામ મંદિરની વચ્ચે તો પાણી ભરાતાં અનેક વાહનચાલકો પરેશાન બન્યા હતા.સંખેડાથી બોડેલી અને આ રોડ ઉપર આવતા 15 જેટલા ગામો માટે વાહન વ્યવહારનો આ મહત્વનો માર્ગ છે. ઉપરાંત આ વિસ્તારમાં તાલુકા પંચાયત કચેરી, સરકારી દવાખાનું, પોલીસ લાઈન તેમજ આઈ.ટી.આઈ., જી.ઇ.બી. વગેરે કચેરીઓ આવેલી છે.

સાંજના સમયે આ કચેરીઓ છૂટવાનો ટાઈમ હતો એ સમય પહેલાં જ વરસાદ વરસતાં અનેક લોકો અટવાયા હતા. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ થઇ જતા હોવાનું જોવા મળ્યું હતું. આમ સૌથી વધારે મોટરસાઇકલ ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અહીં પાણીના નિકાલ માટે ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે જ ગટર લાઈન પણ બનાવવામાં આવી છે પરંતુ છતાં પાણીનો ઝડપથી નિકાલ થઈ શક્યો નહોતો. જોકે વરસાદ બંધ રહ્યા બાદ આ પાણીનો અહીંથી નિકાલ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે આશરે 5:30થી વરસાદ વરસવાનો શરૂ થયો હતો જે 6:30 સુધી સતત પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...