તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સંખેડામાં અખાત્રીજે સોનાની ખરીદી 30 ટકા રહી

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અખાત્રીજે સોનાની ખરીદીનું મુહૂર્ત પણ ઘરાકી જ નહીં. - Divya Bhaskar
અખાત્રીજે સોનાની ખરીદીનું મુહૂર્ત પણ ઘરાકી જ નહીં.
  • કોરોનામાં લગ્નોમાં 50 માણસોની મર્યાદાના કારણે પણ ઘરાકી ઉપર અસર
  • સંખેડાનું સોના બજાર સમગ્ર જિલ્લા અને મેવાસમાં પ્રખ્યાત છે

સંખેડામાં અખાત્રીજના દિવસે પણ સોનાચાંદીની ઘરાકી ઓછી જોવા મળી હતી. કોરોના વાઇરસના ચેપની મહામારી ઉપરાંત લગ્નમાં પણ 50થી વધુ માણસની મર્યાદા નથી. બાકી ગયા વર્ષ કરતા પણ ભાવ આ વર્ષે ઓછો છે. જોકે મોટા શહેરોમાં જેવી રીતે સોનાની ખરીદી માટે જેવો લોકોને રસ પડે એટલો ગ્રામ્ય વિસ્તારમાં ઓછો હોય છે.

સંખેડાનું સોના બજાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અને મેવાસ વિસ્તારમાં જાણીતું છે. અનેક પ્રકારના સોનાના દાગીના સંખેડાના સોની બજારમાં મળે છે. જેથી અનેક ગામોમાંથી લોકો સોનાના દાગીના ખરીદવા માટે સંખેડા આવે છે.

શુક્રવારે અખાત્રીજ હતી.સામાન્ય રીતે સોનાની ખરીદી માટે અખાત્રીજનો દિવસ અતિઉત્તમ ગણાય છે. પણ સંખેડામાં આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સોનાની ખરીદીમાં કોઇ ઉત્સાહ જોવા નથી મળ્યો.સોની બજારના વેપારી સૂત્રોના જણાવ્યાનુસાર આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકોની ખરીદશક્તિ પણ ઘણી ઘટી છે. ઉપરાંત લગ્નો અને અન્ય શુભ પ્રસંગમાં 50થી વધુ માણસો માટેની છૂટ નથી. જેથી સોનાની ખરીદી ઓછી જોવા મળી છે.

ગયા વર્ષની સરખામણીમાં ભાવ ઓછા
કોરોનાનો બીજો વેવ ચાલે છે. સરકારની ગાઇડલાઇન છે. મીની લોકડાઉન જેવુ છે. અક્ષયતૃતિયાનો વેપાર 20થી 30 ટકા થશે. લગ્નોમાં પણ 40-50 માણસોની મર્યાદાના કારણે લોકો પણ ભેટ ખરીદવામાં કરકસર કરે છે. ગયા વર્ષના સરખામણીમાં ભાવ ઓછા છે. એ હિસાબે ભાવ ઓછા છે. >કિશોરભાઇ સોની, પ્રમુ,ખ સંખેડા-બોડેલી સોની સમાજ

અન્ય સમાચારો પણ છે...