પેટા ચૂંટણી:સંખેડા APMCમાં 452માંથી 445 મતદારોએ મતદાન કર્યું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક ડિરેક્ટરની પેટા ચૂંટણીમાં 98.13% મતદાન થયું
  • મત ગણતરી રવિવારે સવારે 9 વાગ્યે શરૂ થશે

સંખેડા એપીએમસીના એક ડિરેક્ટર માટેની યોજાયેલી પેટાચૂંટણીમાં 98.45 ટકા મતદાન થયું હતું. સવારથી જ બહાદરપુર મતદાન મથકે મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ અને ભાવેશ પટેલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. મત ગણતરી રવિવારે સવારે 9 વાગ્યે શરૂ થશે.

સંખેડા એપીએમસીના એક ડિરેક્ટર માટેની પેટાચૂંટણી યોજાઇ હતી. આ પેટાચૂંટણીમાં જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ જે ભાજપનું મોટું માથું આ જિલ્લામાં ગણાય છે. તે અને તેની સામે પહેલી જ વખત ચૂંટણી ભાવેશ પટેલ લડી રહ્યા છે. આ બંને ઉમેદવારો વચ્ચે શનિવારે ચૂંટણી યોજાઇ હતી. સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું જે સાંજે 5 સુધી ચાલ્યું હતું.

શરૂઆતમાં મંથર ગતિએ મતદાન ચાલ્યું હતું પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મતદાનની ગતિ અને ઝડપ વધી ગઈ હતી. વિવિધ મંડળીના મતદારો એકસાથે ભેગા થઈને મતદાન કરવા માટે આવતાં નજરે પડ્યા હતા. મતદારોની લાંબી કતારો પણ પડેલી જોવા મળી હતી. સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી કુલ 452 મતદારોમાંથી 445 મતદારોએ મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...