કાર્યવાહી:સંખેડામાં ઉછીના નાણાં માગનાર આધેડને દંપતીએ લાતો મારતાં મોત

સંખેડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંપતી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ

સંખેડામાં 62 વર્ષના વૃદ્ધે ઉછીના આપેલ પૈસાની ઉઘરાણી કરતાં દંપતીએ વૃદ્ધને શરીર ઉપર ઢીકા પાટુનો માર મારી ગુપ્તાંગ પર લાતો મારી ગંભીર ઇજા પહોંચાડતા સાવરાવ દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

સંખેડા કસબા ફળિયામાં રહેતા જમીયતખાં મહંમદભાઇ ઠાકોર ઉ.વ. 62ને 16મીએ જુમ્મા મસ્જીદ પાસે ચોરા પાસે સફીભાઇ સીંઘી તથા તેમના પત્ની રેહાના ઢીકાપાટુનો માર મારતા હતા અને ગુપ્તાંગ ઉપર લાતો મારતા હતા. ત્યાં હાજર બેલીમ આરીફભાઈએ વધુ મારમાંથી બચાવી તેમના છકડામાં બેસાડી ઘરે લઇ આવ્યા હતા. જમીયતખાંને પેશાબ કરવાની જગ્યાએ દુખાવો થતાં તેમના પુત્ર શકિલભાઈએ પૂછતાં સફીભાઇ તથા તેમની ૫ત્ની રેહાનાએ માર્યાનું જણાવ્યું હતું.

પાંચ વર્ષ પહેલાં તેમણે સફીભાઇને રૂા. 55000 ઉછીના આપેલા. બાદમાં ઘણી વાર પાછા માગતાં આપેલા નહિ. દરમિયાન શનિવારે બજારમાં તેમણે સફીભાઇ મળતાં પૈસાની ઉઘરાણી કરતાં સફીભાઇએ મારી પાસે હાલ પૈસાની સગવડ નથી કહી બોલાચાલી કરી હતી. બાદ વૃદ્ધ ચોરા પાસે ઊભા હતા ત્યારે સફીભાઇ તથા તેની ૫ત્ની રેહાનાએ આવી તેમને પકડી ગાળો બોલી જમીન ૫ર પાડી સફીભાઇએ ઢીકાપાટુનો માર માર્યો હતો.

જ્યારે રેહાનાએ ગુપ્ત ભાગે લાતો મારી ઇજા કરી હતી. જમીયતખાંને વડોદરા ખાનગી હોસ્પિટલ બાદ ઘીરજ હોસ્પિટલ પીપરીયા દાખલ કરાયા હતા. 17 નવેમ્બરે તેમનું ઓપરેશન થયા બાદ 18મીએ ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સંખેડા પોલીસે દંપતી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સિંધિયાપુરાથી હત્યાના આરોપીઓ ઝડપાયા
આધેડની હત્યાના આરોપીઓને પકડવા પોલીસે ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી. જેમાં બાતમી મળ્યા મુજબ સફીભાઈ અને રેહાનાબાનુંને ડભોઇના સિંધિયાપુરાથી ઇકો લઈને ભાગતા ઝડપી લીધા હતા. -એ.આર.ડામોર, પીએસઆઇ, સંખેડા

અન્ય સમાચારો પણ છે...