દુર્ઘટના:સંખેડામાં કાર વીજ થાંભલા સાથે ભટકાતાં થાંભલો ધરાશાયી થયો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈટો બંધ થઈ જતાં લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો

સંખેડા ગામમાં નવા ટાવરની પાછળ ગત રાત્રે એક કાર વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી વીજ થાંભલો મૂળમાંથી જ ધરાશાયી થઈ જમીનદોસ્ત થઈ ગયો હતો. કારને પણ આગળના ભાગે નુકસાન થયું હતું. વીજ થાંભલો તૂટતા વાયરો નીચા નમી ગયા હતા. અકસ્માત થતાંની સાથે જ લાઈટો પણ ડુલ થઇ હતી.

આ બાબતે વીજ કંપનીના કર્મચારીને જાણ કરાતા અત્રે દોડી આવ્યા હતા. અન્ય વિસ્તારની લાઈટો ચાલુ કરી દેવાઈ હતી. પણ જે વિસ્તારમાં વીજ થાંભલા ધરાશાયી થયો હતો. એ વિસ્તારમાં લાઈટો ચાલુ કરી શકાઇ નહોતી. બીજા દિવસે સવારે અહીંયા નવેસરથી થાંભલો ઊભો કરાયો હતો. રાત્રે લાઈટો બંધ થઈ જતા આ વિસ્તારના રહીશોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...