તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સંખેડામાં જુલાઇમાં 7536 વ્યક્તિએે કોરોના રસી મૂકાવી

સંખેડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 843 RTPCR અને 873 એન્ટિજન ટેસ્ટ કરાતાં તમામ નેગેટિવ

સંખેડા તાલુકામાં તા.1 જુલાઇથી 14 જુલાઇ સુધીના 14 દિવસ પૈકી 10 દિવસ સુધી ચાલુ રહેલા કોરોના વેક્સિનેશન કાર્યક્રમ દરમિયાન કુલ 7536 વ્યક્તિઓને કોરોનાની રસી મુકવામાં આવી હતી. આજ સમય ગાળામાં કુલ 843 આરટીપીસીઆર અને 873 એન્ટિજન ટેસ્ટ કરાયા જે તમામ નેગેટીવ આવ્યા છે.

સંખેડામાં પુરજોશથી વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. તા.1થી તા.14 જુલાઇ દરમિયાન થયેલી વેક્સિનેશન અને કોરોના ટેસ્ટ અંગેની તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.વૈશાલીબેન પરમારે આપેલી માહિતિ મુજબ કોરોના વેક્સિનેશનની કામગીરી દરમિયાન કુલ 7536 વ્યક્તિઓને કોરોનાની વેક્સીન મુકવામાં આવી હતી.

જોકે વચ્ચે 4 દિવસ વેક્સિનેશન કામગીરી બંધ હતી. આ 14 દિવસ દરમિયાન સંખેડા સીએચસી અને વિવિધ પીએચસી સેન્ટર ઉપર કુલ 843 વ્યક્તિઓને કોરોનાને લગતા આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતા. અને 873 વ્યક્તિઓના કોરોનાને લગતા રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. આ બન્ને પ્રકારના ટેસ્ટના તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...