તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લોટીયામાં આંકડાનો જુગાર રમી રહેલા 4 શખસો રંગેહાથ ઝડપાયા

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડ 8920 સહિત 54420 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો
  • આંકડાનો જુગાર રમાડનાર સંખેડાનો ફિરોઝ મંસુરી ફરાર

છોટાઉદેપુર એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે ફિરોજભાઇ ઇશાકભાઇ મંસુરી રહે.સંખેડા, લોટીયા ગામે ભગુભાઇ કાળા તડવી રહે.લોટીયા મારફતે વસાવા ફળિયામાં જવાના નાળા પાસે આંકડાનો જુગાર રમી રમાડે છે. આ બાતમી આધારે એલ.સી.બી.એ રેડ કરતા શખ્શોને કોર્ડન કરીને પકડી લીધા હતા. જેમાં અજયભાઇ નગીનભાઇ વસાવા, ભગુભાઇ કાળાભાઇ તડવી, રાજેશભાઇ રતીલાલભાઇ વસાવા, નિલેશભાઇ વિપીનભાઇ તડવી હતા. તેઓની અંગઝડતીમાં કુલ રૂા.8920 રોકડ, ત્રણ મોબાઇલ રૂા.5500અને એક મોપેડ 40000 રૂપિયા મળીને કુલ રૂા.54420નો મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે ફિરોજભાઇ ઇશાકભાઇ મંસુરી સ્થળ ઉપર હાજર મળ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...