તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન્યપ્રાણીએ દેખા દીધા:સંખેડાના ખંડુપુરા-માલપુરમાં રાત્રે રસ્તા વચ્ચે દીપડો દેખાયો

સંખેડા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાર લઇને જતા ચાલકે દીપડાનાે વીડિયો ઉતાર્યો હતો
 • થોડી વાર બાદ દીપડો ખેતરોમાં રાત્રીના અંધકારમાં ગાયબ થઈ ગયો

સંખેડા તાલુકાના ખંડુપુરા-માલપુર વચ્ચે રવિવારે રાત્રે 11-30ના સમયગાળા દરમિયાન રસ્તા વચ્ચે દિપડો દેખાયો હતો. કાર લઇને જતા કારચાલકે દીપડાનાે વીડિયો ઉતાર્યો. જોકે થોડા સમયમાં જ ઝાડીઓમાં અને ત્યાંથી ખેતરોમાં દિપડો રાતના અંધારામાં ગાયબ થઇ ગયો હતો.

સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારમાં અવાર-નવાર દિપડો દેખા દે છે. રવિવારે રાત્રે 11-30ના સમયગાળા દરમિયાન સંખેડા તાલુકાના ખંડુપુરા-માલપુર રોડ ઉપર દિપડો દેખાયો હતો. અત્રેથી રાત્રીના સમયે સોનગીર ગામના દિપ પટેલ પોતાની ગાડી લઇને પસાર થતા હતા. ત્યારે રસ્તા વચ્ચે દિપડો જોવા મળ્યો હતો. રસ્તા વચ્ચે દિપડો હોઇ પાછળ આવતા મોટરસાઇકલ ચાલકોને પોતાની ગાડીમાં એકદમ જ ઝડપથી બેસાડી દિધા હતા.

જે બાદ દિપડો ત્યાંથી રસ્તાની બાજુમાં જતો રહ્યો હતો. ત્યાં પણ થોડી ક્ષણો સુધી દિપડો ઉભેલો રહ્યો હતો. પણ થોડીવાર બાદ આ દિપડો ત્યાંથી નજીકના ખેતરોમાં રાત્રીના અંધકારમાં ગાયબ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો