શક્તિના સાહસથી પરિવાર આત્મનિર્ભર:માત્ર 34 કલાકમાં જ પિતાનું કેન્સરથી, માતાનું કોરોનાથી મૃત્યુ થયુું; નાની બહેને ગામમાં જ સોનીની દુકાન કરી

સંખેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
માતા-પિતાના નિધન બાદ નાની બહેને સોનાની દુકાન ચલાવી હતી - Divya Bhaskar
માતા-પિતાના નિધન બાદ નાની બહેને સોનાની દુકાન ચલાવી હતી

માત્ર 32 કલાકના જ ટુંકા સમયમાં પિતા ભરતભાઇ સોનીનું કેન્સરથી અને માતા રાધાબેનનું કોરોનાથી અવસાન થયું. એક ઘડી તો એવું લાગ્યું કે બધુ જ જતું રહ્યું. હવે શું.?જોકે દીકરા સમી બે દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિએ માતા-પિતાના અગ્નિસંસ્કાર કર્યા અને પુત્રની જેમ જ તમામ વિધિ પણ કરી. બે બહેનો પૈકી નાની બહેન સિદ્ધિએ તો ગામમાં જ સોનાના દાગીનાની દુકાન પણ શરૂ કરીને ચલાવી રહી છે.

સામાન્ય રીતે સોનાચાંદીના દાગીનાની દુકાન ઉપર યુવતી નોકરી કરતી જોવા મળે પણ જાતે જ દુકાન ચલાવે એવું ભાગ્યે જ જોવા મળે. માતા-પિતાના માત્ર 32 કલાકમાં જ થયેલા અવસાનનું દુ:ખ આજે પણ રિદ્ધિ- સિદ્ધિના ચહેરા ઉપર છલકાતું જોવા મળે છે.દુનિયા ભલે દીકરાઓને બહાદુર કહે પણ દીકરીઓ પણ દીકરા કરતાં જરા પણ ઉણી ઉતરતી નથી એ આનું ઉત્તમ ઉદાહરણ છે.

અન્ય સમાચારો પણ છે...