કપાસની ઓછી આવક:હાંડોદમાં કપાસની ઓછી આવક વચ્ચે ક્વિન્ટલનો 8750 રૂપિયાનો ભાવ પડ્યો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ગુરુવારે મુહૂર્ત કરાયું ત્યારે 8611નો ભાવ પડ્યો હતો
  • આવક ઓછી હોવાથી મહારાષ્ટ્રથી કપાસ મંગાવાઇ રહ્યો છે

સંખેડા તાલુકાના હાંડોદ સેન્ટરમાં કપાસની ઓછી આવક વચ્ચે ક્વિન્ટલના 8750 નો ભાવ પડ્યો હતો. કપાસની આવક ઓછી હોવાને કારણે મહારાષ્ટ્રથી કપાસ મંગાવવામાં આવી રહ્યો છે. સંખેડા તાલુકાના હાંડોદ સેન્ટર ઉપર આવેલી જગદંબા કોટન જીનમાં ગુરુવારના રોજ કપાસની ખરીદીનું મુહૂર્ત થયું હતું.

જેમાં ક્વિન્ટલના 8611 રૂપિયાનો ભાવ પડ્યો હતો. જોકે ગયા વર્ષે મુહૂર્તમાં જે ભાવ પડ્યો હતો તેના કરતાં આ વર્ષે ક્વિન્ટલના 560 રૂપિયા વધારે ભાવ પડ્યો છે. ગયા વર્ષે કપાસની ખરીદીનું મુહૂર્ત થયા બાદ કપાસની આવક સતત વધી હતી. જ્યારે આ વર્ષે એવું નથી. કપાસની આવક હજુ જોઈએ એવી શરૂ થઈ નથી.

જેને કારણે કપાસની જીનના માલિકો દ્વારા કપાસ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવી રહ્યો છે. રોજ જ સંખેડા તાલુકાના કલેડિયા અને હાંડોદ સેન્ટર ઉપર મહારાષ્ટ્રથી કપાસની મોટી મોટી ગાડીઓ આવે છે. લોકલ બજારમાંથી કપાસની આવક ઓછી હોવાને કારણે કપાસના ભાવ મુહૂર્તમાં 8611 રૂપિયા પડ્યા હતા. તેનાથી પણ વધુ ક્વિન્ટલનો રૂપિયા 8750નો ભાવ શુક્રવારના રોજ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...