તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષીઓની સંખ્યા:વઢવાણા તળાવમાં ડિસેમ્બર માસમાં 30,000 પ્રવાસી પક્ષી જોવા ઉમટ્યા

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણા તળાવે પક્ષીઓ જોવા આવેલા પ્રવાસીઓ. - Divya Bhaskar
વઢવાણા તળાવે પક્ષીઓ જોવા આવેલા પ્રવાસીઓ.
  • તળાવમાં પાણીનું લેવલ વધતા પક્ષીઓની સંખ્યા ઓછી જોવા મળી

સંખેડા પાસે આવેલા વઢવાણા તળાવ ખાતે રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પક્ષી દર્શન માટે ઉમટ્યા હતા. આ મહિનામાં અત્યાર સુધી 30 હજાર જેટલા પ્રવાસીઓ પક્ષીદર્શન માટે અત્રે આવી ગયા છે. જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી તળાવમાં પાણીનું લેવલ વધતાં પક્ષીઓ ઓછા જોવા મળ્યા હતા. સંખેડા ડભોઇ વચ્ચે સંખેડા તાલુકાના માંજરોલ પાસે વઢવાણા તળાવ શરૂ થાય છે. વઢવાણા તળાવમાં હાલમાં શિયાળા દરમિયાન દેશવિદેશના પક્ષીઓ મોટી સંખ્યામાં આવી ગયા છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. વઢવાણા તળાવ ખાતેના સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પક્ષી દર્શન માટે ઉમટી પડ્યા હતા.

જેને કારણે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ફોરેસ્ટર આર.બી. બારીયાના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં જ અહીંયા વઢવાણા તળાવ ખાતે પ્રવાસીઓની સંખ્યા 30 હજાર પહોંચી ગઈ છે. જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી વઢવાણા તળાવમાં પાણીનું લેવલ વધ્યું છે. જેને કારણે અહીંયા પક્ષીઓ ઓછા જોવા મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો