છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા આઠ વર્ષમાં આ વર્ષે જુલાઇ મહિનાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ વર્ષે જુલાઇ મહિનામાં 77.5 ટકા વરસાદ વરસ્યો છે. સિઝનનો પણ જુલાઇ મહિના સુધીનો છેલ્લા આઠ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ 81.45 ટકા વરસાદ નોંધાયો છે. જુલાઇ મહિનામાં પડેલા આ અતિભારે વરસાદને કારણે ખેતી તેમજ મકાન, પશુઓને ખુબ જ નુકશાન થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે વરસાદે છેલ્લા આઠ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જિલ્લામાં જુલાઇ મહિનામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. તેમાં પણ તા.9 જુલાઇથી તા.12 જુલાઇ સુધી તો સાર્વત્રીક વરસાદ વરસ્યો હતો.
સાંબેલાધાર વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓ ઓરસંગ, ઉચ્છ, હેરણ, અશ્વિન, ઢાઢર સહિતની નદીઓ બે કાંઠે થઇ હતી. તેમાં પણ ઉચ્છ નદીએ તો સૌથી વધુ વિનાશ વેર્યો હતો. ઉચ્છ નદીના પાણી કિનારાના ખેતરોમાં ફરી વળ્યા હતા.
જેના કારણે અનેક ગામોમાં કિનારાના વિસ્તારના ખેતરોમાં ઉભા પાક ધોવાયા હતા. બોડેલી તાલુકાના કડાછલા,પાણેજ, ઘેલપુર, છછાદ્રા, સંખેડા તાલુકાના દેરોલી, સરસીંડા કાજી જેવા કેટલાક ગામોના નદી કિનારાના વિસ્તારમાં ઉચ્છ નદીના ઘૂઘવતા પૂરના પાણી ઘુસી જતા કિનારાના અનેક ગામોમાં મોટુ નુકશાન થયું છે. ક્યાંક તો મકાનો પણ નદીના પાણીના કારણે તુટ્યા હતા. કેટલીક જગ્યાએ તો પશુ પણ તણાઇ ગયા હતા.
8 વર્ષના વરસાદના આંકડા (ટકાવારી) | |||
વર્ષ | 30 જુન સુધીનો વરસાદ | 31 જુલાઇ સુધીનો વરસાદ | જુલાઈનો વરસાદ |
2015 | 10.64 | 46.37 | 35.73 |
2016 | 4.41 | 29.73 | 25.32 |
2017 | 9.23 | 47.89 | 38.66 |
2018 | 7.67 | 40.73 | 33.06 |
2019 | 12.66 | 41.19 | 28.53 |
2020 | 12.26 | 23.15 | 10.89 |
2021 | 8.64 | 39.1 | 30.46 |
2022 | 3.95 | 81.45 | 77.5 |
શ્રાવણ મહિનો બેસતાં સરવરિયાની જેમ વરસાદ
હાલમાં શ્રાવણ મહિનો બેસી ગયો છે. શ્રાવણના સરવરીયા એવી કહેવત છે. એટલે કે સરવરીયાની જેમ જરા આવે પાછો જતો પણ રહે. એકદમ ધોધમાર વરસાદ ઓછો વરસતો હોય છે. શ્રાવણ બેઠા પછી એ રીતે જ વરસાદ વરસે છે.
4 ઓગસ્ટ સુધીનો વરસાદ | ||
તાલુકો | સિઝનનો કુલ | ટકાવારી |
બોડેલી | 1163 | 95.42% |
છોટાઉદેપુર | 728 | 75.23% |
જેતપુર પાવી | 880 | 83.43% |
નસવાડી | 583 | 63.57% |
કવાંટ | 874 | 88.69% |
સંખેડા | 893 | 74.49% |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.