તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે તુવેર વેચવા 2127 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

સંખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ સંખેડા તાલુકામાં 1540 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટે નોંધણી કરાવી
 • આ વર્ષે સરકાર દ્વારા તુવેરનો ટેકાનો ભાવ ક્વિંટલના 6000 રૂપિયા નક્કી કરાયો છે

છોટાઉદેપુર જિલ્લામાં તુવેર ટેકાના ભાવે વેચવા માટે કુલ 2127 ખેડૂતોએ નોંધણી કરાવી છે. સૌથી વધુ સંખેડા તાલુકામાં 1540 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટેની નોંધણી કરાવી છે. આ વર્ષે તુવેરનો ટેકાનો ભાવ ક્વિંટલના 6000 રૂપિયા છે.સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે તુવેર વેચવા માટે નોંધણી કરાવવા માટેની અંતિમ તારીખ તારીખ 5 ફેબ્રુઆરી હતી. તારીખ 5 ફેબ્રુઆરી સાંજ સુધી ટેકાના ભાવે તુવેર વેચવા માટેની નોંધણી ચાલુ રહી હતી. સંખેડા તાલુકો જિલ્લાનો સૌથી વધુ તુવેર પકવતો તાલુકો હોઇ સંખેડા તાલુકામાં તુવેરનું ઉત્પાદન પણ વધારે સારા પ્રમાણમાં થાય છે. તાલુકામાં માંજરોલ, કંટેશ્વર,બહાદરપુર,લોટીયા વગેરે ગામની સીમમાં તુવેર સૌથી વધુ સારા પ્રમાણમાં થાય છે.

છોટાઉદેપુર જિલ્લામાં તુવેર ટેકાના ભાવે વેચવા માટેની નોંધણી બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાના કુલ 2127 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટેની નોંધણી કરાવી છે. જેમાં તાલુકા વાઇઝ તુવેર ટેકાના ભાવે વેચવા માટે થયેલી નોંધણીના આંકડા મુજબ સંખેડા તાલુકામાં 1540 ખેડૂતોએ, બોડેલી તાલુકામાં 542 ખેડૂતોએ, નસવાડી તાલુકામાં 11 ખેડૂતોએ ,છોટાઉદેપુર તાલુકામાં 6 ખેડૂતોએ અને પાવી જેતપુર તાલુકામાં 28 ખેડૂતોએ નોંધણી કરાવી છે.

આ વર્ષે તુવેરનો ટેકાનો ભાવ 6000 રૂપિયા ક્વિંટલનો છે. જોકે હજી તુવેરનો પાક બહાર વેચાવા માટે આવ્યો નથી. મોટાભાગે માર્ચ મહિનાના આરંભ સાથે ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થવાની શક્યતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો