તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ભાટપુરમાં ગાયત્રી પરિવારે ટ્રેક્ટરમાં યજ્ઞકુંડ બનાવ્યું

સંખેડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગાયત્રી પરિવાર દ્વારા ટ્રેકટરમાં યજ્ઞકુંડ બનાવી તેમાં 65 જાતની જડીબુટ્ટી હોમી તેના ધુમાડાથી ભાટપુરને સેનેટાઇઝ કરવાનો પ્રયાસ. - Divya Bhaskar
ગાયત્રી પરિવાર દ્વારા ટ્રેકટરમાં યજ્ઞકુંડ બનાવી તેમાં 65 જાતની જડીબુટ્ટી હોમી તેના ધુમાડાથી ભાટપુરને સેનેટાઇઝ કરવાનો પ્રયાસ.
 • 65 જાતની જડીબુટ્ટી હોમી તેના ધુમાડાથી ગામને સેનિટાઈઝ કરવાનો પ્રયાસ
 • કોરોનાનો નાશ થાય એ માટે યજ્ઞ કુંડ સાથેનું ટ્રેક્ટર ભાટપુર ગામમાં જુદા જુદા વિસ્તારમાં ઘૂમ્યંુ હતું

સંખેડા તાલુકાના ભાટપુર ગામે ટ્રેકટરની ટ્રોલીમાં પાંચ યજ્ઞ કુંડ બનાવી તેમાં લીમડા અને આંબાના લાકડા સહિત 65 જાતની જડ્ડીબુટી હોમીને કોરોનાનો વ્યાપ વધે નહી એ માટે પ્રયાસ ગાયત્રી પરિવાર, ભાટપુર દ્વારા કરાયો.આ ટ્રેક્ટર ભાટપુર ગામના વિવિધ વિસ્તારમાં ઘૂમ્યુ હતું.

સંખેડા તાલુકાના ભાટપુર ગામે ગાયત્રી પરિવાર દ્વારા ટ્રેક્ટરની ટ્રોલીમાં પાંચ યજ્ઞ કુંડ મુકીને તેમાં લીમડા, આંબાના લાકડા સહિત 65 જેટલી ઔષધીઓ હોમવામાં આવી. ગામમાં કોરોનાના સંક્રમણને હરાવવા માટે ગાયત્રી પરિવાર દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો. યજ્ઞ કુંડ સાથેનું ટ્રેક્ટર ભાટપુર ગામમાં જુદા જુદા વિસ્તારમાં ઘૂમ્યુ હતું.

ગાયત્રી પરિવાર ભાટપુરના દિનુભાઇ પટેલે જણાવ્યુ હતું કે, ‘ભાટપુર ગામમાં કોરોનાનો વ્યાપ વધેના એટલા માટે 65 જાતની જડીબુટ્ટીઓથી જેમાં આંબાના મોટાભાગના લાકડા જ ઓક્સીજન ઉત્પન્ન કરે છે. એનો ઉપયોગ કરીને સેનેટાઇઝેશન કરવામાં આવે છે. જેનાથી કોરોનાથી ગામ ભયમુક્ત બને એ હેતુથી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ભાટપુર દ્વારા પાંચ યજ્ઞ કુંડ ટ્રેક્ટરમાં લઇને આખા ગામમાં આહુતી આપવામાં આવે છે. જે ગામની લોકોની સુખાકારીમાં આરોગ્યમય જીવન જીવી શકે એ માટેનો અમારો પ્રયત્ન છે.’

ગાયત્રી પરિવારના શકુબહેને જણાવ્યુ હતુ કે, ‘યજ્ઞકુંડમાં હોમાતો ધુમાડો સેનિટાઇઝરનું કામ કરે છે. એટલા માટે ટ્રેકટરમાં લઇને દરેક ફળિયામાં બધા સુધી ધુમાડો પહોચે અને કોરોનાનો નાશ થાય એટલા માટે આ બીડુ ઉપાડેલ છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો