તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બહાદરપુરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી વરઘોડો નીકળતો વીડિયો વાયરલ થયો

સંખેડા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
બહાદરપુર ગામે વરઘોડો નીકળ્યો, વીડિયો વાયરલ થયો, પોલીસે વરરાજાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી. - Divya Bhaskar
બહાદરપુર ગામે વરઘોડો નીકળ્યો, વીડિયો વાયરલ થયો, પોલીસે વરરાજાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી.
 • બહાદર આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન પાસે વરઘોડો નીકળ્યો હતો
 • વરરાજાના પિતા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

સંખેડા તાલુકાના બહાદરપુર આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન પાસે જ રાત્રીના સમયે સોશીયલ ડિસ્ટસિંગનો ભંગ કરીને નિકળેલા વરઘોડાના વાયરલ થયેલા વિડિયો બાબતે પોલીસે કાર્યવાહી કરી. વરરાજાના પિતા વિરુધ્ધ જાહેરનામા ભંગ બદલ પોલીસે ફરીયાદ નોંધી હતી. સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ગતરાત્રે લગ્નનો વરઘોડો નિકળ્યો હતો. આ વરઘોડો બહાદરપુર આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન પાસેથી પસાર થયો હતો.

બહાદરપુર આઉટપોસ્ટૅ પોલીસ સ્ટેશન પાસે જ વરઘોડામાં અનેક લોકો નાચ્યા કૂદયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો. આ વરઘોડાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. સવારે સંખેડા પોલીસ એક્શનમાં આવી હતી.

બહાદરપુર ગામે જે ઘરે લગ્ન હતું એ વરરાજાના પિતા વિરુદ્ધ જ જાહેરનામા ભંગ બદલની ફરીયાદ નોંધી હતી. માસ્ક પહેર્યા વગરના પોતાના દીકરાના લગ્ન પ્રસંગના વરઘોડામાં લોકોને ભેગા કરી સોશિયલ જિસ્ટન્સિંગનો ભંગ કરીને લગ્નનો વરઘોડો કાઢવા બદલ પોલીસે વરરાજાના પિતાના વિરુદ્ધ ફરીયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો