સંખેડા તાલુકાના ગોલાગામડી, રતનપુર સહિત બોડેલી, નસવાડી, છોટાઉદેપુરથી 8 દિવસ દરમિયાન ખાણખનિજ ખાતાએ ગેરકાયદેસર રેતી ખનન અને ઓવરલોડ રેતી અને ડોલોમાઈટ પાવડર ભરેલ 19 વાહનો ઝડપ્યા હતા.છોટાઉદેપુર કલેક્ટર સ્તુતિ ચારણ ભૂસ્તરશાસ્ત્રી એન. એ. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાણખનીજ ખાતાના કર્મચારીઓ હિતેશ રામાણી, યોગેશ સવજાણી, આશિષ પટેલ, નિશુ પટેલ, કેયુર પંડ્યા અને જીલું સીસોદીયાની ટીમે 8 દિવસમાં 19 કેસ ઝડપી કાઢ્યા હતા. આ મુદ્દામાલની આશરે કિંમત 3 કરોડ રૂપિયા થતી હતી.
સંખેડા તાલુકાના ગોલાગામડી પાસેથી ખાણ ખનીજ ખાતાએ ઓવરલોડ રેતી અને ઓવરલોડ ડોલોમાઇટ પાઉડરની ભરેલ ટ્રક ઝડપી પાડી હતી. આ ઉપરાંત રતનપુર નજીકથી એક ટ્રક રોયલ્ટી વિના રેતી ભરીને જતી હતી તે ઝડપાઈ હતી. જોકે અહીંયા ખાણ ખનીજ ખાતાએ બિનવારસી હાલતમાં આ ટ્રક ઝડપી હતી.
અત્રેથી ઝડપાયેલ આ ત્રણેય વાહનોને ગોલાગામડી પાસે આવેલ ચેકપોસ્ટ ખાતે મુકાયા હતા. ખાણખનીજ ખાતાના ગોલાગામડી ચેકપોસ્ટના રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિતેશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે 1થી 8 જાન્યુઆરી દરમિયાન ગેરકાયદેસર રેતી ભરેલ, ઓવરલોડ રેતી તેમજ ડોલોમાઈટ પાવડર ભરેલ 19 વાહનો ઝડપાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.