વેક્સિનેશન:સંખેડામાં 3 દિવસમાં 2247 તરુણો કોરોનાથી સુરક્ષિત બન્યાં

સંખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકામાં આવેલી વિવિધ શાળાઓમાં 15થી 18 વર્ષની ઉંમરના તરુણોને રસી મુકવાનો કાર્યક્રમ શરૂ થયો છે. ત્રણ દિવસમાં તાલુકામાં 3022 તરુણોના લક્ષ્યાંક સામે કુલ 2247ને કોરોના પ્રતિરોધક રસી અપાઇ છે. શાળામાં અભ્યાસ અર્થે ન જતા હોય એવા પણ તરુણોને કોરોનાની રસી અપાઇ રહી છે, જેમાં ત્રણ દિવસમાં કુલ 371 તરુણોને કોરોના પ્રતિરોધક રસી આપી દેવાઇ છે. પહેલા દિવસે 736, બીજા દિવસે 816 અને ત્રીજા દિવસે 695 તરુણોએ વેક્સિન લીધી હતી.

જબુગામની બક્ષી વિદ્યાલયમાં 296 વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી
જબુગામની શ્રી સી.એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં 15+ના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિન અપાઇ હતી. જેમાં શાળાના 296 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રસી લીધી હતી. જ્યારે આઇટીઆઇ ખાતે વેક્સિનેશન માટે સંસ્થાના સ્ટાફ દ્વારા અલાયદી વ્યવસ્થા કરાઇ હતી. અહીં 51માંથી 42 વિદ્યાર્થીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

પાવીજેતપુરમાં ત્રીજા દિવસે 975 કિશોરોને રસી અપાઈ
15+ના બાળકોને રસીકરણના કાર્યક્રમમાં ત્રીજા દિવસે પાવીજેતપુરમાં 975 બાળકોને રસી અપાઇ હતી. ત્રણ દિવસમાં અત્યાર સુધી કુલ 3975 બાળકોને રસી આપવામાં આવી છે. જોકે ત્રીજા દિવસે રસીકરણ ખૂબ ધીમું પડ્યું હતું. પહેલા દિવસે 1693, બીજા દિવસે 1307 અને ત્રીજા દિવસે 975એ રસી મુકાવી હતી. શાળામાં જતા 5053 અને અન્ય 1560 બાળકોને રસી આપવાનો ટાર્ગેટ છે. જેમાંથી શાળાએ જતા 78.66% ને રસી આપી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...