તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસર:બે મહિનામાં લોખંડના સળિયાના ભાવ વધતાં બાંધકામ પર અસર

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંખેડા પંથકમાં લોખંડના સળિયાના કિલોએ રૂા.9.60 વધ્યાં
 • પીવીસી પાઇપના ભાવોમાં 25થી 30 ટકાનો વધારો

સંખેડા પંથકમાં લોખંડના ભાવમાં બે મહિનામા કિલોએ 9.60 પૈસાનો વધારો થયો છે. આ તોતિંગ ભાવ વધારાની સીધી અસર બાંધકામ ઉપર પડી છે. સંખેડા તાલુકામાં લોખંડના ભાવોમાં તોતિંગ વધારો થયેલો છે. કોઇ પણ પ્રકારના બાંધકામમાં લોખંડના સળિયા પાયાની જરૂરીયાત ગણાય છે. લોખંડના સળિયા વગર બાંધકામ કરવુ શક્ય નથી. પણ લોખંડના સળિયામાં છેલ્લા બે મહિનાથી સતત વધારો થઇ રહ્યો છે. સંખેડા ખાતે લોખંડના સળિયાના વેચાણ સાથે સંક્ળાયેલા વેપારીઓ પાસેથી મળતી માહિતિ મુજબ સંખેડામાં લોખંડના સળિયાના ભાવ 7 ઓક્ટોબરે કિલોના રૂા. 40.70 હતો. જે 4 ડિસેમ્બરે વધીને રૂા. 50.30 થયો છે. આ બેઝીક સ્ટીલના ભાવમાં વધારો થતા તેની સીધી અસર બાંધકામ ઉપર પડી છે.

બજેટ બનાવીને બાંધકામનું કામ શરૂ કરનાર ભાવવધારાથી પરેશાન થયા છે. લોખંડના સળિયા ઉપરાંત પીવીસી પાઇપના ભાવમાં પણ વધારો થયો છે. પીવીસી પાઇપના ભાવોમાં લોકડાઉન હળવું થયા બાદથી અત્યાર સુધીમાં 25થી 30 ટકા જેટલા ભાવો ઉંચા ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો