તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોટાલી નજીકથી ગેરકાયદે રેતી ખનન કરતું હિટાચી મશીન અને ટ્રક ઝડપાઈ, રૂા. 50 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો

સંખેડા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોટાલી નજીકથી બેનંબરી રેતી ખનન ઝડપાયુ હતું. જેમાં એક હિટાચી મશીન અને એક રેતી ભરેલ ટ્રક ઝડપાઇ હતી. - Divya Bhaskar
કોટાલી નજીકથી બેનંબરી રેતી ખનન ઝડપાયુ હતું. જેમાં એક હિટાચી મશીન અને એક રેતી ભરેલ ટ્રક ઝડપાઇ હતી.
 • કોટાલી, ભિલોડીયા, સીતપુર અને કરનેટ નજીક ઓરસંગ નદીના પટમાં ચાલતુ બેફામ રેતી ખનન

સંખેડા તાલુકાના કોટાલી ગામ નજીક ઓરસંગ નદીના પટમાં બિન અધિકૃત બે નંબરી ચાલતા રેતી ખનન ઉપર ખાણ ખનિજ ખાતા દ્વારા રેડ કરીને રેતી ઉલેચવાનું એક મશીન તથા એક રેતી ભરેલ ટ્રક ઝડપી કઢાઇ છે. 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો હતો.

સંખેડા તાલુકાના છેવાડે કોટાલી ગામ પાસે ઓરસંગ નદીનો પટ રેતી માફીયાઓ માટે સ્વર્ગ સમાન છે. આ સ્થળે લાંબા સમયથી આસપાસના ગામોના કેટલાક રેતી ચોરો દ્વારા જે વિસ્તારમાં રેતીની લીઝના હોય એવા વિસ્તારમાંથી રેતી ખનન કરીને સરકારને રોયલ્ટીની આવકનું મોટુ નુકશાન પહોચાડે છે. આવા બે નંબરી રેતી ખનન ઉપર છોટાઉદેપુર ખાણખનિજ ખાતા દ્વારા આકસ્મિક તપાસ કરાઇ. જેમાં એક રેતી ભરવાનું મશીન ઝડપાઇ ગયુ હતું. જોકે રેતી ભરવાનું મશીન ચલાવતો ઓપરેટર ત્યાંથી નાસી છુટ્યો હતો. પણ રેતી ભરેલ એક ટ્રક સ્થળ ઉપરથી ઝડપાઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ખાણ ખનિજ ખાતા દ્વારા ઝડપવામાં આવેલ આ બિનઅધિકૃત રેતીનું ખનન તો કંઇ જ નથી. આ વિસ્તારમાં ઓરસંગ નદીના પટ પાસે આવેલા કોટાલી તેમજ વડોદરા જિલ્લાના ભિલોડીયા, સીતપુર તેમજ કરનેટ ગામ નજીક ઓરસંગ નદીના પટમાં લાંબા સમયથી બેનંબરી રેતી ખનન ચાલે છે. ખાણખનિજ ખાતા દ્વારા પણ નિયમિત તપાસનો અભાવ છે. જેના કારણે રેતી માફીયા પણ બેફામ બનેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો