મદદ:10 વર્ષથી પતિ વિના એકલી રહેતી પરિણીતાને 181 દ્વારા મદદ પહોંચાડાઈ

સંખેડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિ 10 વર્ષથી અન્ય સ્ત્રી સાથે છોટાઉદેપુરમાં રહેવા જતો રહ્યો છે
  • પરિણીતાના સસરા પણ તેની સાથે સંબંધ બાધવા દબાણ કરતા પોલીસમાં ફરિયાદ

અંદાજે 40વર્ષના મનજીબેનના લગ્ન તિલકવાડા પાસેના ગામમાં થયા હતા. તેઓને 2 બાળકો છે. મોટો દીકરો 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. પતિના સબન્ધી છોટાઉદેપુરમાં રહે છે. તેથી ત્યાં ઘણીવાર આવતા હતા. જેથી એક સ્ત્રી સાથે તેઓને પરિચય થયો હતો અને તેઓએ સાથે રહેવાનું નક્કી કરતા પોતાના બાળકો, પત્ની અને માતા પિતાને છોડી છેલ્લા 10 વર્ષથી છોટાઉદેપુર પરાઈ સ્ત્રી સાથે રહે છે. 

કોઈવાર તિલકવાડા આવતા અને પત્નીને અહીંથી નીકળી જવાનું જણાવી મારઝૂડ કરતા હતી. આ ઉપરાંત તેના સસરા પણ મારઝૂડ કરતા અને શારીરિક સબન્ધો બાંધવા જણાવતા હતા. પરંતુ મનજીબેન વિરોધ કરતા તેમને અપશબ્દો બોલતા અને જણાવતા કે ત્યારે અહીં રહેવું હોય તો મારી સાથે સબન્ધો રાખવા પડશે જેનો મન્જીબેન સામનો કરતા આવ્યા છે. 

મન્જીબેને જણાવેલ કે પોતાના બે બાળકોને કારણે તે આવો ત્રાસ સહન કરતા હતા. ગત રોજ તેમના પતિ આવેલ અને મારઝૂડ કરતા મન્જીબેને અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ કરવા જણાવેલ હતું. અભયમ ટીમે તેમના પતિ અને સસરાને ખુબ સમજાવેલ પરંતુ તેઓને કોઈ અસર થઈ ના હતી. મન્જીબેને જણાવેલ કે તમારા ગયા પછી મને ખુબ મારશે અને જીવનું પણ જોખમ છે. જેથી તેમને સુરક્ષા મળી રહે તે માટે પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...