ખેતીના પાકોને નુકસાન:સંખેડા તાલુકામાં ભારે વરસાદથી ખેતીમાં 42 હેક્ટરમાં નુકસાન

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપાસ, સોયાબીન તેમજ તુવેર જેવા ખેતીના પાકોને નુકસાન

સંખેડા અને ઉપરવાસના તાલુકામાં તા. 21મી સપ્ટેમ્બરના રોજ ધોધમાર વરસાદને કારણે માલુ, કાવિઠા, કંટેશ્વર સહિતના નવ જેટલા ગામોમાં ખેતીને પણ નુકશાન થયું હતું. જે બાબતે સંખેડા તાલુકા પંચાયત કચેરીની ખેતીવાડી શાખાના ગ્રામ સેવકો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ સંખેડા તાલુકાના નવ જેટલા ગામોમાં ખેતીને પાણી ભરાઇ જવાના કારણે નુકશાન થયું હોવાનું પ્રાથમિક તારણ હતું.

સંખેડા તાલુકામાં થયેલા ખેતીના નુકશાન બાબતે સંખેડા તાલુકા પંચાયત ખેતીવાડી શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર સંખેડા તાલુકામાં વરસાદને કારણે નવ જેટલા ગામોમાં ખેતીને નુકશાન થયું છે. જેમાં કંટેશ્વર, કસુંબિયા, માલુ, હરેશ્વર, કંડેવાર, કાવિઠા, ગોલાગામડી, ફાંટા અને છુછાપુરામાં ખેતીને નુકશાન થયું છે. કુલ નેવું જેટલા ખેડૂતોને ખેતીમાં નુકશાન થયેલું છે. કપાસ, સોયાબીન અને તુવેર જેવા ખેતીના પાકોના પાકોને નુકશાન થયું છે. નેવું જેટલા ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...