પશુ-પક્ષીઓની હાલત કફોડી:ઇન્દ્રાલના મરઘા ઉછેર કેન્દ્રમાં હીટવેવના કારણે 2 દિવસમાં જ 530 મરઘાઓના મોત

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હીટવેવની અસર 2 દિવસમાં એક જ ફાર્મમાં 530 મરઘાંના મોત. - Divya Bhaskar
હીટવેવની અસર 2 દિવસમાં એક જ ફાર્મમાં 530 મરઘાંના મોત.
  • કુલર પંખા સતત ચાલુ રાખવામાં આવતા હોવા છતાં ગરમીનો ભોગ બન્યા
  • મે માં તાપમાનનો પારો 43 ડિગ્રીથી પણ ‌વધુ જતાં પશુ-પક્ષીઓની હાલત કફોડી બની

સંખેડા તાલુકાના ઇન્દ્રાલ પંથકમાં આવેલા એક મરઘા કેન્દ્રમાં બે દિવસમાં 530 જેટલા મરઘાંના ગરમીને કારણે મૃત્યુ થયા હતા. મરઘાને ગરમી ન લાગે એટલા માટે કુલર પંખા સતત ચાલુ રાખવામાં આવતા હોવા છતાં તેઓ ગરમીનો ભોગ બન્યા હતા.સંખેડા તાલુકામાં અનેક સ્થળે મરઘા ફાર્મ આવેલા છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં મરઘાને ઠંડક ભર્યું વાતાવરણ મળે તે માટે કેટલાક મરઘા ઉછેર કેન્દ્રના સંચાલકો મરઘા ઉછેર કેન્દ્રની અંદર જ પંખા, સ્પ્રિંક્લર અને કંતાનના કોથળા ભીના કરીને રાખે છે.

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ગરમીનો પારો સતત ઉંચો જોવા મળ્યો છે. આ કાળઝાળ ગરમીની અસર માનવજાત ઉપર તો જોવા મળે જ છે પરંતુ મૂંગા અબોલ પશુ પક્ષીઓ ઉપર પણ તેની અસર જોવા મળે છે. ત્યારે સંખેડા તાલુકાના ઈન્દ્રાલ પંથકમાં આવેલા એક મરઘાઉછેર કેન્દ્રમાં રહેલા મરઘાંઓ પણ આ ગરમીની અસરમાં આવ્યા હતા. 2 જ દિવસમાં 530 જેટલા મરઘાંના હીટવેવને લીધે મૃત્યુ થયા હતા.

મરઘાઓના પણ વધુ ગરમીમાં લૂ લાગવાથી મૃત્યુ થઇ શકે છે
લૂ લાગવાને કારણે મરઘાઓના મૃત્યુ થઈ શકે છે. મોટા મોટા ફાર્મમાં એમની કંપનીના ડોક્ટર હોય છે. એમના રેગ્યુલર ડોક્ટરનું કન્સલ્ટેશન ચાલતું હોય છે. એમાં પીવડાવવાની દવા આવતી હોય છે. મરઘા ફાર્મવાળા એ ડૉક્ટરને પૂછીને ટ્રીટમેન્ટ પણ કરતા હોય છે.” - ડૉ.ડી.જે.પટેલ, વેટરનરી ડોકટર,સંખેડા

ગરમીના કારણે આ વખતે કેટલાક કેન્દ્રોએ મરઘાંનો ઉછેર કર્યો નથી
વધારે ગરમીને કારણે કેટલાક મરઘા ઉછેર કેન્દ્રના સંચાલકો દ્વારા તેમના ઉછેર કેન્દ્રમાં મરઘા ઉછેર માટે લવાયા નથી. હજી કેટલાક મરઘા ઉછેર કેન્દ્રના સંચાલકો ગરમી ઓછી થાય, એકાદ વરસાદનું ઝાપટું પડે અને વાતાવરણમાં ઠંડક થાય પછી પોતાના ફાર્મમાં મરઘા ઉછેરવા માટે લાવશે.

કાળઝાળ ગરમી દરમિયાન મરઘાને બચાવવા શું સાવચેતી રાખી શકાય
ઉનાળાની કાળઝાળ ગરમીથી મરઘાને બચાવવા માટે મરઘા ઉછેર કેન્દ્રની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી શકાય. ઉપરાંત અંદર પંખા મૂકવામાં આવે છે. સ્પ્રિંક્લર મૂકીને પાણી છાંટવામાં આવે છે. લીલી નેટ પણ બાંધી શકાય છે. જેથી કરીને અંદરના વાતાવરણનું તાપમાન ઘટાડી શકાય અને મરઘાના ગરમીને કારણે થતા મૃત્યુમાં ઘટાડો કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...