ભેટ:આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે સંખેડાના સોનેરી ફર્નિચરના ભરપેટ વખાણ કર્યા

સંખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CMને સંખેડા સોનેરી ફર્નિચર કલાકારીગીરીથી તૈયાર થયેલું સોનેરી મંદિર ભેટમાં અપાયું

છોટાઉદેપુર ખાતે આવેલા આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે સંખેડાના સોનેરી ફર્નિચરના વખાણ કર્યા વિશ્વ પ્રસિદ્ધ સંખેડાનું સોનેરી ફર્નિચર છે. એ જ ફર્નિચર પોતાના ઘેર હોવાનું પણ તેમણે જણાવ્યું. અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ સંખેડાના સોનેરી ફર્નિચરના વખાણ કરી ચુક્યા છે.

છોટાઉદેપુર ખાતે આવેલા આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે પોતાના ભાષણ દરમિયાન સંખેડાના સોનેરી ફર્નિચરના વખાણ કરતાં જણાવ્યું હતું કે, “સંખેડાની જો વાત કરીએ તો જગવિખ્યાત ફર્નિચર દુનિયાને આપ્યું છે. છોટાઉદેપુરે ફર્નિચર દુનિયાને આપ્યું છે. એક્સપોર્ટ થાય છે અને હું પણ મારા ઘરે સુવા માટે અને બેસવા માટે સંખેડા ફર્નિચરને ઉપયોગ માં લઉં છું.’

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલની વરણી થઇ ત્યારે સી.આર. પાટીલ છોટાઉદેપુર જિલ્લામાં આવ્યા હતા. ત્યારે સંખેડા તાલુકાના ગોલાગામડી ખાતે તેમનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સન્માન સમારંભ દરમિયાન તેમણે પણ પોતાના ભાષણ દરમ્યાન સંખેડાના સોનેરી ફર્નિચરના વખાણ કરતાં જણાવ્યું હતું કે સંખેડાનું સોનેરી ફર્નિચર ઘરમાં હોવું એ શુભ મનાય છે.

અન્ય સમાચારો પણ છે...