તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા તાલુકાની 28 ડિસેમ્બરના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 82163 મતદારો મતદાન કરશે. કુલ 129 બૂથ મતદાન માટે છે. જેમાં સૌથી વધુ મતદારવાળુ બૂથ હરેશ્વર છે. 1164 મતદારો આ બૂથ ઉપર મતદાન કરશે. જ્યારે સૌથી ઓછા મતદારો માત્ર 59 મતદારો જ નોંધાયેલા છે.તારીખ 28 ડિસેમ્બરના રોજ સંખેડા તાલુકાની 18 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે મતદાન યોજાવાનું છે. શાંતિપૂર્ણ મતદાન માટે સંખેડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ છેલ્લા કેટલાય દિવસથી જહેમત ઉઠાવાઇ રહી છે. ડિસેમ્બર-2020 દરમિયાન થયેલ મતદાર યાદી સુધારણા બાદ મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરાઇ ગઈ છે.
સંખેડા તાલુકા સેવાસદનમાં આવેલ ચૂંટણી શાખા દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સંખેડા તાલુકામાં આ આવનારી ચૂંટણી માટે કુલ 82163 મતદારો નોંધાયેલા છે. જેમાં 42460 પુરુષ મતદારો અને 39701 સ્ત્રી મતદારો છે. જ્યારે થર્ડ જેન્ડર 2 મતદાર છે. સંખેડા તાલુકામાં મતદાન માટે કુલ 129 બૂથ છે. જેમાં સૌથી વધુ મતદાર ધરાવતું બૂથ હરેશ્વર છે ત્યાં કુલ 1164 મતદારો નોંધાયેલા છે. જ્યારે સૌથી ઓછા મતદારો વેજલિયા બૂથ ઉપર માત્ર 59 મતદારો જ નોંધાયેલા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.