ભાસ્કર વિશેષ:બહાદરપુરમાં નલ સે જલ યોજનાની લાઇનને 6 દિવસથી ખોદી રખાતા સ્થાનિકો પરેશાન

સંખેડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
બહાદરપુરમાં 6 દિવસથી પાઇપલાઇન માટે ખાડા ખોદી કામગીરી શરૂ કરાઈ નથી. - Divya Bhaskar
બહાદરપુરમાં 6 દિવસથી પાઇપલાઇન માટે ખાડા ખોદી કામગીરી શરૂ કરાઈ નથી.
  • પાઇપ ન આવતા 6 દિવસથી કામ થયું નથી, પુરતું ઊંડુ ખોદકામ નથી કરાયું

સંખેડા તાલુકામાં બહાદરપુર ગામે નલ સે જલ યોજનામાં 6 દિવસથી પાઇપલાઇન માટે ખાડા ખોડી રખાતા પરેશાન બન્યા છે. પાઇપ ન આવવાને કારણે છ દિવસથી કામ થયું નથી. પૂરતું ઉંડુ પણ ખોદકામ કરાયું નથી. સંખેડા તાલુકાના બહાદરપુર ગામે નલ સે યોજનાનું કામ ચાલી રહ્યું છે. આ કામ માટે છ દિવસથી ખાડા ખોડી રખાયા છે. લાઇન માટે ખોદી રખાયેલા ખાડા આ ગામના કેટલાક વિસ્તારમાં એવી રીતે ખોદેલા છે કે ઘરમાંથી ઘરના લોકોને બહાર નીકળવાનું મુશ્કેલ બની જાય છે. લોકોને 6 દિવસથી પરેશાની ભોગવવી પડી રહી છે.

બહાદરપુર ગામના છાણી ફળિયામાં રહેતા સ્થાનિક ચંદ્રકાન્તભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અમારા ફળિયામાં જ છ દિવસથી પાણીની લાઇન ખોદી રખાઈ છે. પણ પાઈપ નંખાઈ જ નથી. ખોદેલી લાઇનના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવા પણ તકલીફ પડે છે.’ સ્થાનિક કક્ષાએથી વધુમાં પ્રાપ્ત થયેલી વિગતો મુજબ જમીનમાં પૂરતું ખોદકામ પણ કરાતું નથી.

અન્ય સમાચારો પણ છે...