ગ્રામસભા:પ્રશ્નોના જવાબ ન મળતાં ગ્રામસભા તોફાની બની, કાવિઠા ગામના સરપંચ, તલાટી જવાબ ન આપી શક્યાં

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનોના બાંધાકામ કરવાની મંજૂરી વગર ચાલતી કામગીરી

સંખેડા તાલુકાની કાવિઠા ગ્રામ પંચાયતની ગ્રામસભા બુધવારના રોજ યોજાઇ હતી. જે બાબતે સ્થાનિકો ને જાણ કરાઇ ન હોવાનો આક્ષેપ થયો હતો. કાવિઠા ગ્રામ પંચાયતની ગ્રામ સભા દરમિયાન સ્થાનિક આગેવાન નરહરિભાઈ પટેલે ગ્રામ પંચાયત ઘર નવીન બનતા જૂની ગ્રામ પંચાયતનો કાટમાલ ઉઠી ગયો હોવાનો અને તેના નાણા જો જમા થયા હોય તો ચલણ બતાડવા કહ્યું હતું. ગામમાં બનતા મકાનોના બાંધકામ કરવા માટેની મંજૂરી પણ ગ્રામ પંચાયત પાસેથી લેવાયા વગર જ બાંધકામ પણ ચાલી રહ્યું હોવા છતાં ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઉપરાંત ગામની નજીક આવેલ તળાવની માટી બારોબાર ખોદીને લઈ જવાઈ હોવાથી તળાવની પાળ નબળી પડી છે. જો તળાવની પાળ તૂટી જાય તો જવાબદાર કોણ એવા વેધક પ્રશ્નો પણ નરહરિભાઈએ કર્યા હતા.આ બાબતે ગ્રામ પંચાયતના તલાટી પારસીંગ ભાઈએ જણાવ્યું હતું કે,”ગ્રામ સભામાં વિકાસના કામોની યાદી બનાવાય છે. તળાવની પાળ રોડ સાઈડની નજીકની થોડી હટાવાઈ છે. કાટમાળના હરાજી માટેની દરખાસ્ત તાલુકામાં મોકલી છે પણ હજુ મંજૂરી આવી નથી. મકાનના બાંધકામ માટે કોઈ પરમિશન લેવા આવ્યું નથી. ગ્રામસભાની જાણ કરવા બાબતે પટાવાળાને સુચના આપી હતી.”

અન્ય સમાચારો પણ છે...