ભાસ્કર વિશેષ:‘ગલ્લુનું ગાદલું’ શિયાળાની ઠંડીમાં ગલીમાં રખડતા ગલુડિયા માટે કંતાન-પાનની ગોદડી બનાવી વહેંચી

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
" ગલ્લુનું ગાદલું" શિયાળાની કડકડતી ઠંડીમાં ગલીઓ મા રખડતા કુતરાના બચ્ચા માટે  અનોખી ગોદળી બનાવી તેનું વિતરણ કરતા સચિન પંડિત તસવીરમાં જણાય છે. - Divya Bhaskar
" ગલ્લુનું ગાદલું" શિયાળાની કડકડતી ઠંડીમાં ગલીઓ મા રખડતા કુતરાના બચ્ચા માટે અનોખી ગોદળી બનાવી તેનું વિતરણ કરતા સચિન પંડિત તસવીરમાં જણાય છે.
  • વાઇલ્ડ લાઇફ ટીમ બહાદરપુર દ્વારા અનોખું "ગલ્લુનું ગાદલું’ કેમ્પેઇન શરૂ કરાયું છે

શિયાળાની કડકડતી ઠંડીથી ફૂટપાથ ઉપર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને બચાવવા માટે અનેક માલેતુજારો ધાબળાનું વિતરણ કરતા હોય છે. પણ બહાદરપુરના સચિન પંડિતે કૂતરાના બચ્ચા એટલે કે ગલુડિયા માટે ખાસ ગોદડી બનાવી છે. જેમાં ઠંડી સામે હુંફ મળી રહે છે. જાતે તૈયાર કરેલી ગલ્લુની ગોદડીનું નિ:શુલ્ક વિતરણ પણ કરે છે.જેમ ઠંડી વધતી જશે તેમ તેમ માલેતુજાર લોકો ફૂટપાથ ઉપર રહેતા કે કાચા ઘરમાં રહેતા કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ધાબળાનું વિતરણ કરવા નીકળી પડશે પણ મૂંગા અબોલ પ્રાણીઓ માટે કોઈ ખાસ આવા કાર્યક્રમો કરતા નથી.

પણ બહાદરપુર ગામના એનિમલ રેસ્ક્યૂ ટીમના સચિન પંડિતે શિયાળાની કડકડતી ઠંડીથી કૂતરાના બચ્ચા એટલે કે ગલુડિયાને બચાવવા માટે ખાસ પ્રકારની ગોદળી બનાવી છે. આ પોતાની જાતે જ તેઓ બનાવે છે. કંતાનના કોથળા ઉપર ઘાસ-પાંદડા ભેગા કરી તેને ચારે બાજુથી સીવી લે છે. આ રીતે તૈયાર થતી ગોદડીનું રાત્રે તે જાતે પણ વિતરણ કરવા નીકળે છે. જ્યાં ગલુડિયા દેખાય ત્યાં એ આ ગોદડી પાથરી આપે છે.

સચિન પંડિતે જણાવ્યું હતું કે, "શિયાળાની કડકડતી ઠંડી સામે શેરીના કૂતરાઓને પણ રક્ષણ મળે તે માટે વાઇલ્ડ લાઇફ ટીમ બહાદરપુર દ્વારા અનોખું "ગલ્લુનું ગાદલું" કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ ડોગ્સ માટે વિનામૂલ્યે ગાદલાં આપવામાં આવે છે. આ ગોદળા મેં જાતે તૈયાર કર્યા છે. આ ગાદલામાં હૂંફ મળી રહે છે.’

અન્ય સમાચારો પણ છે...