તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જનીયારા ગામની સીમમાંથી રૂા. 62400નો દારૂ ઝડપાયો

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઈ બૂટલેગર બાઈક છોડી નાસી ગયો

રંગપુર પોલીસ મથકના જનીયારા ગામની સીમમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મધ્યપ્રદેશથી આવતા કાચા રોડ ઉપર સામેથી એક મોટરસાઇકલ ઉપર એક શખ્સ કંતાનના કોથળામાં કંઈક વજનદાર વસ્તુ બાંધી લઈ આવતો હતો. પોલીસની ગાડી જોઈને તે મોટરસાયકલ ચાલકે મોટરસાયકલ પાછી વાળી ભાગવાની કોશિશ કરી.

મોટરસાયકલ જમીન ઉપર આડી પાડી દઈ તેનો ચાલક જંગલની ઝાડીમાં થઈ ભાગી ગયો હતો.પોલીસે તેનો પીછો કર્યો હતો પણ તે હાથ લાગેલો નહીં. પોલીસે મોટરસાઇકલ ઉપર બાંધેલા કોથળામાં જોતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો એને ગણતરી કરતાં કુલ 480 બોટલો દારૂની મળી આવી હતી જેની કિંમત 62400 રૂપિયા તેમજ મોટર સાયકલની કિંમત 40 હજાર મળી કુલ 102400 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે અને નાસી છૂટેલા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...