તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગોલાગામડીથી રૂા. 10920ના વિદેશી દારૂ સાથે પ્રરપ્રાંતીય શખ્સ ઝડપાયો

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, બાઈક સહિત કુલ 22920નો મુદ્દામાલ જપ્ત

સંખેડા પોલીસ ગોલાગામડી ચોકડી ઉપર ટ્રાફીકની કામગીરી દરમિયાન મોટરસાઇકલ ઉપર લઇ જવાતો 10920 રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક પરપ્રાંતીય શખ્શને પોલીસે ઝડપ્યો હતો. મોટર સાઇકલની કિમત 12000 રૂપિયા સાથે કુલ 22920 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સંખેડા પોલીસ ગોલાગામડી ચોકડી ટ્રાફીકની કામગીરીમાં હતી. એ દરમિયાન એક મોટર સાઇકલ આવતા તેના ચાલકને ઉભા રહેવા પોલીસે ઇશારો કર્યો પણ તે ઉભો રહ્યો નહોતો અને નાસી જતો હતો.

જેથી તેનો પીછો કરીને થોડે આગળ જઇ ઝડપી કાઢયો હતો. પોલીસે મોટર સાઇકલ ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ કાળીયાભાઇ ગોબરીયાભાઇ ભીલ રહે. ગુડા તા.જિ. અલીરાજપુર (એમ.પી.) હોવાનું જણાવ્યું હતું. મોટર સાઇકલની ઉપર બાંધેલા બોક્ષને ખોલતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા પ્લાસ્ટીકના હોલ નંગ 21 મળી આવ્યા હતા. એક પ્લાસ્ટીકના હોલની કિમત 510 રૂપિયા લેખે 10920 રૂપિયા થતી હતી. તેમજ મોટર સાઇકલની કિંમત 12000 રૂપિયા મળીને કુલ 22920 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો