છોટાઉદેપુર એલ.સી.બી. પોલીસે બોડેલી, સંખેડા અને છોટાઉદેપુર તાલુકામાંથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા 4 વેપારીઓને ઝડપી કાઢ્યા છે. દુકાને ચાઈનીઝ દોરા લેવા જાય તો વેપારી ચાઈનીઝ દોરો ન હોવાનું જણાવે છે. પણ પછી દૂર ઉભા રહેવાનું કહીને ત્યાં આપવા જાય છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા બોડેલી, સંખેડા, તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર ઇસમોને ચાઇનીસ દોરીનું વેચાણ કરતા પકડી પાડવામાં આવેલ છે. હાલમાં ઉત્તરાયણ પર્વ નિમિતે કેટલાક ઇસમો દ્વારા ચાઇનીઝ દોરી તથા ચાઇનીસ ટુક્કલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
જે જાહેર જનતા તેમજ ઉડતા પક્ષિઓ માટે હાની કાર તેમજ જોખમ ઉપત્પન્ન કરે તેમ છે. આવિ પ્રવૃતિનો નાબુદ થાય તે માટે છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. આર.એસ. ડામોર તથા એલ.સી.બી પોલીસ કર્મચારીઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં અલગ - અલગ જગ્યાઓ પતંગની દુકાનોમાં ચેકીંગ કરતા બોડેલી, સંખેડા તથા છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાંથી કુલ 4 ઇસમોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે પકડી પાડી જિલ્લા મેજિસ્ટ્રેટ છોટાઉદેપુરના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરી જેતે પોલીસ સ્ટેશનના હવાલે સોંપવામાં આવેલ છે.
એલસીબી પોલીસે ઝડપેલા 4 શખ્સો
(1) હિતેશભાઇ ગોવિંદભાઇ શાહ રહે. બોડેલી દિવાન બંગલા રામજી મંદીર સામે તા. બોડેલી જિ. છોટાઉદેપુર, (2) હિતેશભાઇ ગોવિંદભાઇ શાહ રહે. બોડેલી દિવાન બંગલા રામજી મંદીર સામે તા.બોડેલી જિ. છોટાઉદેપુર, (3) મહેશભાઇ રમેશભાઇ દેવીપુજક (વાઘરી) રહે. સંખેડા વાઘરી વાસ તા.સંખેડા જી.છોટાઉદેપુર અને (4) ઘનશ્યામભાઇ રમણલાલ પંચાલ રહે. તેજગઢ કુંભારવાડા ફળીયા તા.જિ.છોટાઉદેપુર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.