મન્ડે પોઝિટિવ:છોટાઉદેપુર જિલ્લામાં વાવેતર થયેલા છોડ માટે વન તલાવડી આશીર્વાદરૂપ

સંખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં રેન્જમાં જંગલખાતા દ્વારા 50 જેટલી વન તલાવડી બનાવવામાં આવી છે
  • જ્યાં વન તલાવડી બની ત્યાં જમીનની ભેજધારણ શક્તિ વધતાં છોડને ફાયદો

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ રેન્જમાં જંગલખાતા દ્વારા વન તલાવડી બનાવવામાં આવી છે. છોડનું વાવેતર થયું હોય એ વિસ્તારમાં વન તલાવડી બનાવવામાં આવી છે. આ વર્ષે 50 જેટલી વન તલાવડી બનાવવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં જંગલખાતાની વિવિધ રેન્જ આવેલી છે. આ વિવિધ રેન્જમાં છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. એમાં વન તલાવડી બનાવવાનો પ્રોજેકટ હાથ ધરાયો છે. આ પ્રોજેકટમાં જ્યાં જ્યાં વન તલાવડી બની છે. ત્યાં ત્યાં જમીનની ભેજધારણ શક્તિ વધી છે. ચોમાસામાં આ વન તલાવડીમાં પાણી ભરાતા છોડને પણ ફાયદો થયો છે. આ છોડની સંખ્યા તો ગણી શકાય તેમ નથી. કારણ કે માત્ર વાવેતર થયેલા જ છોડને નહીં પણ અન્ય વૃક્ષોને પણ ફાયદો થયો છે.

વનતલાવડી બનાવવા માટેની કામગીરી માટેની પૂર્વ તૈયારીઓ ઉનાળામાં જ કરી લેવાય છે. અને રોપ વાવેતર માટે જરૂરી ખાડા બનાવવામાં આવે છે. વન તલાવડી ઉપરાંત પકોર્લેશન ટેન્ક, ચેક વોલ અને ચેક ડેમ જેવા માળખા માટે પણ આયોજન કરવામાં આવે છે. આ તમામ કામો ભૂમિ સંરક્ષણ માટેના જ ગણાતા હોય છે. જેના થકી વરસાદનું પાણી વહી જતું અટકે છે અને સચવાય છે.

વનતલાવડી બનતાં અનેક ફાયદા થયા છે
વનતલાવડી બનવાથી ઘણાં ફાયદા થાય છે. પાણીનું લેવલ ઊંચું આવે છે. જમીનનું ધોવાણ અટકે છે. ઉપરાંત વાવેતર કરીએ એમાં ભેજ જળવાઇ રહે છે. વન તલાવડી એ ભૂમિ અને ભેજ સંરક્ષણના કામમાં આવે છે. દિવાળી સુધી કે એના પછી પણ પાણી જળવાઈ રહે. વન્ય પ્રાણીઓને પીવા માટે પાણી મળી રહે છે. વાવેતર કરેલ રોપાઓને લાંબા સમય સુધી ભેજ મળી રહે છે. એક-એક વન તલાવડી આશરે 60થી 90 મીટર લંબાઈની બનતી હોય છે. પાણીનું સ્ટોરેજ પાળાથી 400થી 500 મીટર સુધી ભરાઈ રહે છે.
> કંચનભાઇ બારિયા, એ.સી.એફ.

અન્ય સમાચારો પણ છે...