કાર્યવાહી:સંખેડામાંથી રૂ.37800ના વિદેશી દારૂ સાથે રૂ.98300નો મુદ્દામાલ ઝડપાયો

સંખેડા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે પોલીસે સૈડીવાસણના બે શખ્સો ઝડપાયા

એ.આર. ડામોર પો.સ.ઈ સંખેડા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસોને સંખેડા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે સંખેડા ટાઉન ખરાદીવગા પાસે હોન્ડા શાઈન મો.સા નંબર GJ 34 L 0409ની ઉપર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારુની મોટી બોટલો મળી કુલ નંગ 72 જેની કિ રુ 37800નો પ્રોહી મુદામાલ તથા વિદેશી દારુની હેરાફેરીમાં વપરાયેલ હીરો હોંન્ડા કંપનીની સાઈન મો.સાની કિ. રૂ.55000 તથા અંગ ઝડતીમા મોબાઈલ નંગ-2 ની કિ. રૂ.5500 ગણી મળી કુલ કિ. રૂ.98300ના મુદામાલ સાથે આરોપીઓ અશ્વિનભાઈ રણજીતભાઈ ભીલ ઉ.વ. 24 અને રાયસીંગભાઈ દિવાળીયાભાઈ ભીલ ઉ.વ. 28 બન્ને રહે. સૈડીવાસણ ધોળીઘાટ ફળીયુ તા.કવાંટ જિ. છોટાઉદેપુરને પકડી પાડ્યા છે.પકડાયેલા આ બંને શખ્સોને તેઓ આ દારૂ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા એ બાબતે પૂછપરછ કરતા તેઓએ આ દારૂ મ.પ્ર.ના જંગલમાંથી અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યા હતા. અને તેને ચંદાનગર વસાહતમાં રહેતા રીનેશભાઈ ઉર્ફે રીનીયાને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...