કોરોનાની અસર:સતત બીજા વર્ષે સંખેડાના સોનેરી દાંડિયાની માગ ઓછી

સંખેડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડાના આકર્ષક સોનેરી દાંડિયા. - Divya Bhaskar
સંખેડાના આકર્ષક સોનેરી દાંડિયા.
  • સંખેડામાં બનતા સોનેરી દાંડિયા વિદેશોમાં પણ એટલા જ પ્રસિદ્ધ છે

નવરાત્રિ આવે એટલે સંખેડાના દાંડિયા અચૂક યાદ આવે પણ છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે સંખેડાના વિશ્વ પ્રસિદ્ધ સોનેરી દાંડીયા વેપારને મંદીનું ગ્રહણ લાગ્યું છે. ગયા વર્ષે કોરોનાના કારણે ગરબા યોજાયા નહોતા. આ વર્ષે પણ મોટા આયોજનો નથી. નવરાત્રી પૂર્વે બે-ત્રણ મહિના અગાઉથી જ સંખેડાના સોનેરી દાંડિયાની ખરીદી શરૂ થતી હોય છે. સંખેડાના સોનેરી ફર્નિચર બનાવતા કારીગરો દ્વારા સોનેરી દાંડિયા બનાવે છે. કોરોના અગાઉના વરસોમાં સંખેડાના દાંડિયાની માગ સારી એવી રહેતી હતી.

સંખેડાની લાકડા પરની કારીગરી વખણાતી હોય છે. સંખેડામાં હસ્તકલાનું સોનેરી કામ પણ વખણાય છે. 100થી વધારે પરિવારો નભે છે. સાગના લાકડામાં દાંડિયા, સોફા, હીંચકા સહિતની કલાકૃતિઓ બનાવાય છે. અહીં તૈયાર થતી વસ્તુઓ છેક વિદેશ સુધી પહોંચે છે.

નવરાત્રિના દિવસોમાં તો સંખેડાની આ બધી વસ્તુઓની મોટી ડિમાન્ડ હોય છે. સોનેરી દાંડિયા ઉપર વિવિધ રંગો ચડાવાય છે. અગાઉ તો માત્ર એક જ રંગથી બનતા હતા અહીંના દાંડિયા પણ હવે અનેકવિધ રંગ અને ડિઝાઇનમાં બને છે. વિદેશોમાં વસતા ભારતીયો લગ્ન જેવા પ્રસંગે ખાસ ઓર્ડર આપીને દાંડિયા બનાવડાવે છે. દાંડિયા ઉપર નામ લખાવવાનો ક્રેઝ પણ હોય છે. સોનેરી દાંડિયાથી રાસ રમવા એ સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે.આ દાંડિયાની ખાસ વિશેષતાએ એનો કર્ણપ્રિય અવાજ એક સાથે જ્યારે ખેલૈયાઓ દાંડિયા રમતા હોય છે ત્યારે તેનો એકસરખો રણકાર સાંભળવા મળે છે.

આશા હતી એ પ્રમાણેનું દાંડિયાનું વેચાણ થયું નથી
ગયા વર્ષે કોરોનાને કારણે ગરબા થયા નહોતા આ વર્ષે પણ મોટા ગરબાનું આયોજન નથી. જેથી દાંડિયાનું જે પ્રમાણેનું આ વર્ષે વેચાણ થવાની આશા હતી. એ પ્રમાણેનું વેચાણ થયું નથી.> રાજેશભાઇ સુથાર, દાંડિયા બનાવનાર કારીગર, સંખેડા

અન્ય સમાચારો પણ છે...