ભાસ્કર વિશેષ:સંખેડા ભાગોળે સતત બીજા દિવસે ય ખાણીપીણીની લારીઓ સજ્જડ બંધ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડામાં બીજા દિવસે પણ ખાણીપીણીની લારીઓ બંધ રહી હતી. - Divya Bhaskar
સંખેડામાં બીજા દિવસે પણ ખાણીપીણીની લારીઓ બંધ રહી હતી.
  • લારીઓવાળા અને પંચાયત વચ્ચે સમાધાન થતાં હવે રવિવારથી લારીઓ ખુલશે
  • મીટિંગમાં નક્કી થયા પ્રમાણે લારી ધારકોએ લારીઓ રાત્રે ઘરે લઈ જવાનું નક્કી કર્યું છે

સંખેડા ગામની ભાગોળે ખાણીપીણીની લારીઓ બીજા દિવસે પણ બંધ રહી છે. લારીઓએ રાત્રે ઘેર લઈ જવા પંચાયત દ્વારા નોટિસ અપાઈ હતી. જોકે ખાણીપીણીની લારીઓવાળા અને પંચાયત વચ્ચે સમાધાન થતા હવે રવિવારથી લારીઓ ખુલશે. જોકે લારીઓ રાત્રે ઘેર લઈ જશે.

સંખેડા ગામની ભાગોળે ખાણીપીણીની લારીઓ દ્વારા શુક્રવારના રોજ તમામ લારીઓ બંધ રખાતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગામના પ્રવેશદ્વાર નજીક ખાડામાં આવેલી ખાણીપીણીની લારીઓના કારણે અહીંયા સતત લોકોની ચહલ-પહલ જોવા મળતી હતી. પણ અચાનક જ સતત બે દિવસ સુધી લારીઓ બંધ રહેતા લોકોમાં ચર્ચાનો વિષય ઉભો થયો હતો.

જોકે ગ્રામ પંચાયત દ્વારા થોડા દિવસ અગાઉ લારીઓ વાળાને નોટિસ આપીને રાત્રે લારીઓ તેઓ ખાડામાં મૂકી રાખે છે. તેને ત્યાંથી ઘેર લઈ જવા અને સવારે આવે ત્યારે પાછી લાવવા જણાવેલ. જેને લઈને લારીઓવાળા પણ મુશ્કેલીમાં મુકાયા હતા. લારીઓવાળાના પ્રશ્નોને સાંભળ્યા વિના જ નોટિસ અપાયાની ચર્ચા પણ હતી.

જોકે લારીઓવાળાઓએ આજે જણાવ્યું હતું કે પંચાયતવાળાઓ સાથે મિટિંગ થઈ હતી. જેમાં લારીઓ રાત્રે ઘેર લઈ જઈશું એવું નક્કી થયું છે. રવિવારથી હવે તમામ લારીઓ ચાલુ કરીશું.

અન્ય સમાચારો પણ છે...