તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સંખેડા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ : માસ્ક અને ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા દંડાયા

સંખેડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક

સંખેડા ટાઉનમાં પોલીસે રવિવારે ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું. માસ્ક વગર ઘૂમતા તેમજ ઘેંટા-બકરાની જેમ વાહનમાં મુસાફરો બેસાડીને જતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. ઇકો ગાડી, તુફાન ગાડી અને ટ્રેકટરમાં 35થી 40 જેટલા લોકોને બેસાડી જતા હોય એવા તમામ વિરુદ્ધ કાર્યવાહી પોલીસે કરતા ફફડાટ ફેલાયો હતો. સંખેડા તાલુકામાં શનિવારે 12 જેટલા કોરોનાના નવા પોઝિટિવ કેસ આવતા પોલીસ પણ સખ્ત બની હતી. અને રવિવારે સવારે સંખેડા પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું.

સંખેડા પોલીસ સ્ટેશનથી ભાગોળ સુધી પોલીસ ચાલતી નિકળી હતી. પોલીસને આવતી જોઇ લોકો પણ માસ્ક પહેરી લેતા હતા. તેમ છતા કેટલાક માસ્ક વગર ઘૂમતા ફરતા જોવા મળતા તેમની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. સંખેડા ગામની ભાગોળે પોલીસને ઉભેલી જોઇને માસ્ક વગર નિકળેલા લોકો પણ ફટાફટ માસ્ક પહેરવા લાગ્યા હતા. તેમ છતા પણ કેટલાક વાહનોમાં સોશિયલ ડિસ્ટંસીંગનો ભંગ કરીને મુસાફરો બેઠા હોય એવા વાહનોવાળા ડ્રાઇવરો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો