સંખેડાની ચોપાટી ગણાતા ભાગોળના ખાડામાં ખાણીપીણીની તમામ લારીઓ બંધ રહી હતી. ખાણીપીણીની તમામ લારીઓએ સામુહિક લારીઓ બંધ રખાતા ચર્ચાનો વિષય બન્યો છે. પંચાયત દ્વારા તાજેતરમાં અહીંયા કાયમી ધોરણે લારીઓ મુકાય છે તેમને રાત્રે ઘેર લઈ જવા અને સવારે પરત લાવવા લેખિત જાણ કરી હતી. સંખેડા ગામની ભાગોળ વિસ્તારમાં આવેલ ખાણીપીણીની લારીઓ જે સંખેડાના ચોપાટી તરીકે જાણીતું છે. ખાડામાં ખાણીપીણીની લારીઓ આવેલી છે. આ લારીઓ સવારથી રાત સુધી અહીંયા ચાલુ રહે છે. અહીંયા મળતાં વિવિધ નાસ્તાની મોજ માણવા માત્ર સંખેડા જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી પણ અનેક લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.
તાજેતરમાં સંખેડા ગ્રામ પંચાયત દ્વારા અત્રે આવેલી વિવિધ ખાણીપીણીની લારીઓ વાળાઓને લેખિતમાં જાણ કરી હતી કે દિવસ દરમિયાન લારી ઉભી રહે, પરંતુ રાત્રે જ્યારે લારી બંધ થાય તો લારી ખાડામાં રાખવાને બદલે પોતાના ઘરે પરત લઈ જવી અને સવારે ભરત લાવવી. શુક્રવારના રોજ સવારથી જ રાત્રે આવેલી આ તમામ ખાણીપીણીની લારીઓ બંધ રહી હતી. જેને લઇ ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા આ તઘલખી નિર્ણય લેવાયો હોવાની ચર્ચા ઊભી થઈ હતી. રાત્રિના 9થી 10 વાગ્યા સુધી અહિયાં લારીઓ ચાલુ રહેતી હોય છે.
સવારે 8-9 વાગ્યાના સુમારે ફરી પાછા લારીવાળા આવી જતા હોય છે. જે રાત્રે લારીઓને ઘરે લઈ જઈ અને સવારે પરત લાવી મુશ્કેલ હોવાનું પણ લારીઓવાળા જણાવતા હતા. સંખેડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ખાણીપીણીની લારીઓ વાળા રાત્રે તેમને લારી ઘરે લઈ જાય તો ખાડાના વિસ્તારને સાફ કરી શકાય. આગામી દિવસોમાં ચોમાસું આવતું હોય તે સફાઈની જરૂરિયાત છે. જેથી સાફ કરી શકાય એ માટે થઈને તેમને રાત્રે લારી ઘરે લઈ જવા અને સવારે પરત લાવવા માટે જણાવ્યું છે. તેમણે શા માટે લારીઓ બંધ રાખી છે તે અંગે કોઇ જાણકારી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.